આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી

તમને સાંભળવામાં જરૂર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે તેઓ 12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનું મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું. ચાલો જાણીએ આખરે શા માટે કૃષ્ણજી અને રૂકમણીજીને 12 વર્ષ જુદા રહેવું પડ્યું હતું.

ભગવાન કૃષ્ણ અને રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાની પૌરાણિક કથા મુજબ ભગવાન કૃષ્ણ દર્વાસા ઋષિને તેમનો કુળગુરૂ માનતા હતા. લગ્ન પછી કૃષ્ણજી અને દેવી રૂકમણી તેમના મહલમાં આશીર્વાદ આપવા અને ભોજન કરવા માટે દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા ગયા હતા.

દુર્વાસા ઋષિ તેમના આમન્ત્રણથી જવા માટે તૈયાર તો થઇ ગયા પરંતુ તેમને એક શરત રાખી અને કહ્યુ૮ કે તમે યુગલ જે રથમાં આવ્યા છો હું એ રથમાં નહિ આવું મારા માટે બીજા રથની વ્યવસ્થા કરો. અને ભગવાન કૃષ્ણ એ તેમની વાતનું મન રાખ્યું.

ભગવાન કૃષ્ણની પાસે એક જ રથ હોવાથી તેમને રથ ના બંને ઘોડા ને છોડી કૃષ્ણ અને રુકમણી રથ માં જોડાયા અને આ રથમાં સ્વર થયા દુર્વાસા ઋષિ, આ રીતે જતા હતા ત્યાં રસ્તામાં રુકમણી ને તરસ લાગી.

અને તેથી ભગવાન કૃષ્ણ એ જમીનમાં અંગુઠો માર્યો અને ત્યાંથી ગંગાજળ ની ધારા નીકળી અને આવી રીતે કૃષ્ણ અને રુકમણી એ પોતાની તરસ છીપાવી. અને દુર્વાસા ઋષિને પાણી માટે અન પૂછ્યું આથી ઋષિને ગુસ્સો આવ્યો. અને તેમને બંને ને ૧૨ વર્ષ સુધી અલગ રહેવાનો શ્રાપ આપ્યો અને જે જગ્યાએ થી ગંગાજળ નીકળ્યું એ જગ્યાને પણ બંજર થવાનો શ્રાપ આપ્યો. અને ત્યારથી બંને અલગ થયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer