ટીવી શો ‘અનુપમા’માં લીડ રોલ પ્લે કરનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીને હવે મોટાભાગના લોકો અનુપમા તરીકે ઓળખે છે. ટીઆરપી લિસ્ટમાં અનુપમા પહેલો ટીવી શો છે. શોમાં, રૂપાલી ગાંગુલી એક મહિલાનું પાત્ર ભજવે છે જે તેના પોતાના ઘરમાં માનસિક અને શારીરિક શોષણનો ભોગ બને છે અને પછી મુશ્કેલીમાંથી બહાર આવે છે.
રૂપાલી ગાંગુલી છેલ્લા ઘણા મહિનાઓથી દર્શકોનું મનોરંજન કરી રહી છે અને હવે તેની ઈમેજ ઘરની મહિલાની બની ગઈ છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ શોમાં અબલા નારીનો રોલ કરી રહેલી અનુપમા એક સમયે ડેરડેવિલ ‘સ્ટંટગર્લ’ રહી ચૂકી છે. અનુપમામાં લીડ રોલ કરી રહેલી રૂપાલી ગાંગુલીએ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં ભાગ લીધો હતો.
રૂપાલી ગાંગુલીએ પણ સાપ-વીંછી અને અત્યંત ઊંચાઈથી લટકતા ઘણા ખતરનાક સ્ટંટ કર્યા હતા. એ બીજી વાત છે કે અનુપમા આ શોની વિનર ન બની શકી. રૂપાલી ગાંગુલીએ આકાશમાં કેટલાય ફૂટ લટકતો ખતરનાક સ્ટંટ કર્યો હતો, જેમાં તેના ખૂબ વખાણ થયા હતા. તમને જણાવી દઈએ કે રૂપાલી માટે આ તે સમય હતો જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને જાળવી રાખવા માટે લડી રહી હતી.
રૂપાલી ની કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ હતી.. અનુપમાએ ડેરડેવિલ ‘સ્ટંટગર્લ’ તરીકે કરતી હતી કામ