ઋષિ પરાશર ખુબ વિદ્વાન અને યોગ સિદ્ધી સંપન્ન પ્રસિદ્ધ ઋષિ હતા. એક દિવસ તે યમુના પાર કરવા માટે હોડી પર નીકળ્યા. તે હોડી એક માછીમાર ધીવરની પુત્રી સત્યવતી ચલાવી રહી હતી. સત્યવતી ખુબજ સુંદર અને રૂપવાન સ્ત્રી હતી. ઋષિ પરાશર એના રૂપ અને યૌવનને જોઇને વિચલિત અને વ્યાકુળ થઇ ગયા. ઋષિ પરાશરએ એ નિષાદ કન્યા સત્યવતીને પ્રેમ કરવાની ઈચ્છા કહી. સત્યવતી એ કહ્યું એ રીતે પ્રેમ કરવો એ તો અનૈતિક થશે. અને હું કોઈ પણ પ્રકારના અનૈતિક સંબંધથી સંતાન પૈદા કરવા માટે નથી થઇ. પરંતુ ઋષિ પરાશર માન્યા નહિ અને એનાથી પ્રણય નિવેદન કરવા લાગ્યા.
૧. ત્યારે સત્યવતી એ ઋષિની સામે ત્રણ શરત રાખી. પહેલી એ કે એને એવું કરતા કોઈ જોઈ ન જાય. એવામાં તરત જ ઋષિ પરાશર એ એક કુત્રિમ આવરણ બનાવી દીધું.
૨. બીજી શરત એ કે એની કૌમાર્યતા કોઈ પણ હાલતમાં ભંગ થવી ન જોઈએ. એવા માં ઋષિ એ આશ્વાશન આપ્યું કે બાળકના જન્મ પછી એની કૌમાર્યતા પહેલા જેવી જ થઇ જશે.
૩. ત્રીજી શરત એ છે કે તે ઈચ્છે છે કે એની માછલી જેવી દુર્ગંધ એક ઉત્તમ સુગંધમાં પરિવર્તિત થઇ જાય. ત્યારે પરાશર ઋષિ એ એની ચારેય બાજુ એક સુગંધનું વાતાવરણ નિર્મિત કરી દીધું જે ૯ માઈલ દુરથી પણ મહેસુસ કરી શકાતું હતું.
ઉપરની ત્રણ શરતો પૂરી કર્યા પછી સત્યવતી અને ઋષિ પરાશરની સાથે હોડી માં જ સુહાગરાત મનાવી. એના પરિણામ સ્વરૂપ એક દ્વીપ પર એને એક પુત્ર થયો જેનું નામ કૃષ્ણાવૈપાયન રાખ્યો. આ પુત્ર આગળ જઈને મહર્ષિ વેદ વ્યાસના નામથી પ્રસિદ્ધ થયો. ધ્રુતરાષ્ટ્ર પાંડુ અને વિદુરને મહર્ષિ વેદ વ્યાસના જ પુત્ર માનવામાં આવે છે. એ ૩ પુત્રો માંથી એક ધ્રુતરાષ્ટ્રની ત્યાં જયારે કોઈ પુત્ર ન થયો તો વેદવ્યાસની કૃપાથી જ ૯૯ પુત્ર અને ૧ પુત્રીનો જન્મ થયો.
જો સત્યવતી ઋષિ પરાશરની સાથે સુહાગરાત ન મનાવતી તો મહાભારત કંઈ બીજું હોત. ચાલો એવું પણ કરી લીધું તો જો તે મહારાજા શાંતનું થી વિવાહ ન કરે તો પણ મહા ભારતનો ઈતિહાસ કંઇક બીજો જ હોત. હકીકતમાં આને સુહાગરાત કહેવી ઉચિત નથી.