રૂષિ પંચમી વિશે શાસ્ત્રો અને પુરાણોમાં જુદી જુદી માન્યતાઓ છે.

ઋષિ પંચમીના દિવસે મહિલાઓ વ્રત કરે છે. જેનાથી તેમને જીવનમાં કરેલા પાપોથી મુક્તિ મળે છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વના એક દિવસ પછી
ઋષિ પંચમીનુ વ્રત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે રાખવામાં આવે છે.. મહિલાઓ માટે આ વ્રત ખૂબ લાભદાયક સાબિત થાય છે, ચાલો જાણીએ
ઋષિ પંચમીનુ શુભ મુહુર્ત અને પૂજા વિધિ..

ઉલ્લેખનીય છે કે ઋષિ પંચમી વ્રતનુ મહત્વ વિશે વિશેષ પ્રચલન આ વાતનુ છે કે જો કોઈ સ્ત્રી પોતાના જીવનમાં કોઈ કારણે કોઈ પાપ કરી દીધુ છે તો અને તે તેના પરિણામને ભોગવી રહી હોય તો ઋષિ પંચમીના દિવસે વ્રત કરી એ પાપથી મુક્ત થઈ શકે છે. આ સાથે જ સુહાગન મહિલાઓએ ઋષિ પંચમી વ્રત કરવાથી મનપસંદ ફ્ળ પ્રાપ્ત થાય છે. ઋષિ પંચમી વ્રતમાં મહિલાઓ સપ્તઋષિની વિધિ વિધાનથી પૂજા કરે છે. આ ઉપરાંત જાણીશુ ઋષિ પંચમીના શુભ મુહુર્ત વિશે. કયો એ સમય છે જ્યારે મહિલાઓને આ વ્રતની પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળી શકે છે. આ માટેનુ શુભ મુહુર્ત છે સવારે 11 વાગીને 5 મિનિટથી શરૂ થશે. જે બપોરે 1 વાગીને 36 મિનિટ સુધી રહેશે. ઋષિ પંચમી વ્રત માટે આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે.

ઋષિ પંચમી વ્રતની પૂજા વિધિ :
૧. ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓ સૂર્ય નીકળતા પહેલા સ્નાન કરે.

૨.  ત્યારબદ મહિલાઓ પૂજા સ્થાન પર ચોક બનાવીને સપ્તઋષિની પ્રતિમા બનાવે છે.

૩. આવુ કરવાની સાથે જ કળશ સ્થાપના કરી ઘી ધૂપ દીપ પ્રગટાવીને ફળ વગેરેનો ભોગ લગાવીને પૂજા કરો

૪. ધ્યાન રહે કે વ્રત કરનારી સ્ત્રીએ અનાજનુ ભૂલથી પણ સેવન ન કરવુ

૫. આ ઉપરાંત મહિલાઓએ ઉધાપનના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવુ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer