જાણો ઋષિ વિશ્વામિત્ર વિશે જેનું યોગદાન રામાયણ અને મહાભારત બંનેમાં હતું..

ઋષિ વિશ્વામિત્ર એક એવા ઋષિ છે જે જન્મ થી જ બ્રહ્માન ના હતા. તેમણે તપસ્યા કરીને આ પદ પ્રાપ્ત કર્યું છે. તેમની જેટલી કઠીન તપસ્યા બીજા કોઈ ઋષિએ કરી હોય એવું પુરાણો માં નથી દર્શાવ્યું. પુરાણો અનુસાર વિશ્વામિત્ર ભગવાન શિવ નો અંશ હતા. વિશ્વ્મીત્રનું જન્મ થી નામ વિશ્વરથ હતું, તે ખુબજ મોટા પરાક્રમી રાજા હતા. તેમણે ભગવાન શિવ પાસેથી વિશ્વનાં સૌથી મોટા અસ્ત્ર અને શાસ્ત્ર પ્રાપ્ત કાર્ય હતા. તેમની પાસે બધાજ અસ્ત્ર શસ્ત્ર હોવા છતાં તે વશિષ્ઠના બ્રહ્મબળ સામે પરાજિત થઇ ગયા હતા. તેથી તેણે બધાનો ત્યાગ કરી કઠીન તપસ્યા કરવા ચાલ્યા ગયા અને દેવતાઓ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી તેને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત થયું હતું.

રામાયણ અને મહાભારત બંને માં તેમનું ખુબજ મોટું યોગદાન રહ્યું છે. વિશ્વામિત્ર નો સબંધ ભગવાન પરશુરામ સાથે પણ છે. વિશ્વામિત્રની બહેનના લગ્ન પરશુરામના પિતામહ સાથે થયા હતા. આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન રામના ગુરુ વશિષ્ઠ હતા પરંતુ શ્રી રામને જીવનનો સાચો ઉદેશ્ય આપનાર ઋષિ વશિષ્ઠ નહિ પરંતુ વિશ્વામિત્ર હતા.

એ ઋષિ વિશ્વામિત્ર જ હતા જે રામને તેના યજ્ઞ ની પુરતી માટે રાક્ષસો થી રક્ષા માટે રાજા દશરથ ને માંગીને પોતાની સાથે લઇ ગયા હતા. તેમજ શ્રી રામને એ બધાજ અસ્ત્ર શસ્ત્ર આપ્યા હતા જે એને શિવજી એ આપ્યા હતા. આ રીતે વિશ્વામિત્રએ ભગવાન શ્રી રામને વિશ્વના સૌથી મોટા યોધ્ધા બનાવ્યા હતા. ઋષિ વિશ્વામિત્રની પ્રેરણાથી શ્રી રામે આર્યવ્રત થી રક્સસો નો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.  

એ જ રીતે મહાભારતના જે ઘટના ક્રમ છે એ ઋષિ વિશ્વામિત્ર થી ચાલુ થાય છે. વિશ્વામિત્ર ના હોત તો આપણે અત્યારે જે મહાભારત સાંભળી રહ્યા છીએ એવું ના હોત. ઋષિ વિશ્વામિત્રની તપસ્યા ભંગ અપ્સરા મેનકા એ કેવી રીતે કરી હતી એ ખુબજ જગ પ્રસિદ્ધ છે. અને એ જ મેનકા એ ઋષિ વિશ્વામિત્રની પુત્રી શકુંતલા ને જન્મ આપ્યો હતો. અને ત્યાર બાદ એ સ્વર્ગમાં પરત જતી રહી હતી. શકુંતલા મોટી થઇ એટલે તેના લગ્ન દુષ્યંત ના પુત્ર મહાન રાજા ભરત સાથે થયા જેના નામ પરથી જ આપના દેશનું નામ ભારત પડ્યું હતું. એ જ રાજા ભરતના વંશ માં આગળ જતા કૌરવો અને પાંડવો થયા. આવી રીતે મહાભારતના ઘટના કર્મ ની શરૂઆત થઇ હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer