ફોન પર મહિલાઓને લાલચ આપી આ રીતે પડાવતા પૈસા, આ કામ આખી ટોળકી એક ફ્લેટમાંથી કામ કરતી હતી…

આજકાલ લોકો ઓનલાઈન થઈ ગયા છે. આજે તો ઓનલાઈન જમવાનું મંગાવી શકાય અને સાથે બીજી ઘણીબધી સર્વિસ ઓનલાઈન મળતી થઈ ગઈ છે. તમે ઘરે બેઠા બેઠા જ મન ગમતું અને મન ફાવતું બધુ જ કામ કરી શકો છો. પણ આના જેટલા ફાયદા છે એટલા જ તેના ગેરફાયદા પણ છે. આજે કોઈપણ સામાન્ય વ્યક્તિ કોઈપણ અજાણી લિન્ક પર ક્લિક કરતાં ડરે છે.

પણ તમને જણાવી દઈએ કે ઘણીવાર વ્યક્તિની લાલચ તેને ખૂબ મોંઘી પડતી હોય છે. હમણાં જ અમદાવાદના બાપુનગરથી સાઇબરક્રાઇમએ આવી જ એક ગેંગને પકડી લીધી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગેંગ એ લોકોને અમુક વેબસાઇટ પર નંબર શેર કરતાં હતા અને પછી તેમની સાથે વાતો કરતાં અને મજા કરાવશે એમ કહીને ઘણા લોકોણે ઉલ્લુ બનાવતા હતા.

ફોન પર વાત કરતાં આ ટોળકી વાતો કરતાં કરતાં ફોન પર તેમણે હાઇ પ્રોફાઇલ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવવા માટેની લાલચ આપતા હતા અને તેમ કરીને ગૂગલ પે અથવા તો કોઈ બીજી રીતે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા માટે કહેતા અને ઘણાબધા પૈસા પડાવી લેવામાં આવતા હતા. બાપુનગરના હીરાવાડીના એક ફ્લેટમાંથી આ બધાની ધરપકડ કરી હતી.

તમને જાણીને નવાઈ લાગશે પણ લોકોને મૂર્ખ બનાવવાનું આ કામ આખી ટોળકી એક ફ્લેટમાંથી કામ કરતી હતી. તમને પણ જણાવી દઈએ કે કોઈપણ અજાણ્યાં નંબર પર આવી કોઈપણ લાલચે કોઈપણ વાતો આગળ વધારવી નહીં. જો તમે આવું કરો છો તો તમારા ખાતાના બધા પૈસા ક્યારે ખાલી થઈ જશે તેની તમને જ ખબર નહીં રહે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer