સાંઈ બાબા ને હનુમાનજી ની સાથે શુ છે કનેક્શન, જાણો 5 રહસ્ય

સંતો માં સાંઈ બાબા સૌથી શ્રેષ્ઠ છે. તે સિદ્ધ પુરુષ , સર્વવ્યાપી,સર્વજ્ઞ, દયાળુ અને ચમત્કારી છે. જેમણે સાંઈ ને ભજયા છે તેમના સંકટ એવી રીતે જ દૂર થઈ ગયા જેમણે હનુમાન જી ને ભજયા અને તરત જ આરામ મેળવ્યો. ચાલો જાણી લઈએ સાંઈ બાબા અને હનુમાનજી ની વચ્ચે શુ છે કનેક્શન

શિરડી માં સાંઈ સમાધિ પરિસર માં એક હનુમાન મંદિર છે. શિરડી ના સાંઈ મંદિર ના પ્રાંગણ માં બધા લોકો એ હનુમાનજી ની દક્ષિણ મુખી મૂર્તિ અને તેમના મંદિર માં જરૂર જોયું હશે. સાંઈ પણ નિત્ય હનુમાનજી ના દર્શન કરતા હતા. એટલા માટે દેશ ના બધા સાંઈ મંદિર ની પાસે અથવા પ્રાંગણ માં હનુમાનજી ની મૂર્તિ હોવી જરૂરી છે.

સાંઈ ના જન્મ સ્થાન પાથરી (પાતરી) ઉપર એક મંદિર બનેલું છે. જે મંદિર ની અંદર સાંઈ ની આકર્ષક મૂર્તિ રાખેલી છે. તે બાબા નું નિવાસ સ્થાન છે, જ્યાં જૂની વસ્તુઓ જેમ કે વાસણો, ધટ્ટી, અને દેવી દેવતાઓ ની મૂર્તિઓ રાખેલી છે. આ જ મૂર્તિઓ માં એક મૂર્તિ હનુમાનજી ની પણ છે. તે મૂર્તિ ખૂબ જ પ્રાચીન છે.

શશીકાંત શાંતારામ ગડકરી નું પુસ્તક ‘સદગુરુ સાંઈ દર્શન’ (એક વૈરાગી ની સ્મરણ ગાથા) અનુસાર સાંઈ નો પરિવાર હનુમાન ભક્ત હતા. તેમના માતા પિતા ના પાંચ પુત્ર હતા. પહેલા પુત્ર રધુપત ભૂસારી, બીજા દાદા ભૂસારી, ત્રીજા હરિબાબુ ભુસારી, ચોથા અંબાદાસ ભુસારી અને પાંચમા બાળવંત ભુસારી હતા.સાંઈ બાબા ગંગાભારૂ અને દેવકી ના ત્રીજા નંબર ના પુત્ર હતા. તેમુ નામ હતું હરિ બાબુ ભુસારી.

સાંઈ બાબા ના આ જન્મ સ્થાન થી એક કિલોમીટર દૂર સાંઈ બાબા નું પારિવારિક મારુતિ મંદિર છે. હનુમાનજી નું મંદિર છે તે તેમના કુળ દેવતા છે. આ મંદિર ખેતર માં મધ્ય માં છે. જે માત્ર એક ગોળ પથ્થર થી બનેલું છે. ત્યાં પાસે જ એક કૂવો છે. જ્યાં સાંઈ બાબા સ્નાન કરી ને મારુતિ નું પૂજન કરતા હતા. કોઈ કારણ સર ગુરુકુળ છોડ્યા પછી સાંઈ બાબા હનુમાન મંદિર માં જ પોતાનો સમય ગુજારવા લાગ્યા હતા. જ્યાં તે હનુમાન પૂજા પ્રાર્થના કરતા અને સત્સંગીઓ ની સાથે રહેતા હતા.

એક જીવની અનુસાર શ્રી શિરડી સાંઇ બાબા નો જન્મ ભુસારી પરિવાર માં થયો હતો. જેમના પારિવારિક દેવતા કુમહાર બાવડી ના શ્રી હનુમાન હતા. જે પાથરી ના બહારના વિસ્તાર માં હતા. સાંઈ બાબા પ્રભુ શ્રી રામ અને હનુમાન ની ભક્તિ કર્યા કરતા હતા. તેમણે પોતાના અંતિમ સમય માં રામ વિજય પ્રકરણ સાંભળ્યું અને 1918 માં દેહ ત્યાગ કર્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer