સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સ્ટોરીમાં વિરાટ અને સાંઈની જિંદગી સમયની સાથે ગુંચવાઈ રહી છે.સાઈ વિરાટને સાચી હકીકત કહેવા તૈયાર નથી. બીજી તરફ જગતાપ સાંઈની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સીરીયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ માં જગતાપ સાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. જગતાપના પિતાને આ વાત પસંદ નથી આવતી. આથી બીજી તરફ, વિરાટ નક્કી છે કે તે સાવીના પિતાનું નામ જાણીને રહેશે.. આ દરમિયાન વિરાટ સામે એક મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે.
View this post on Instagram
નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની સીરિયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં માં આગામી એપિસોડમાં જગતાપના પિતા ચવ્હાણ હાઉસ પહોંચશે. અહીં જ જગતાપના પિતા સાઈના કેરેક્ટર પર આંગળી ચીંધશે. સાંઈ વિશેના આકરા શબ્દો સાંભળીને વિરાટનું લોહી ઉકળી જશે. વિરાટ સમય બગાડ્યા વગર સાંઈ સાથે વાત કરવા પોંહચી જાય છેં.
ટીવી કોરિડોરમાં સમાચાર આવી રહ્યા છે કે વિરાટ ફરી એકવાર સાઈ પર શંકા કરવા જઈ રહ્યો છે.વિરાટ સાઈને પૂછશે કે તેના અને જગતાપ વચ્ચે શું સંબંધ છે.આ સાંભળીને સાંઈનો પારો ઊંચો થઈ જશે.સાઈ વિરાટને ઈર્ષ્યા કરાવશે.સાઈ પૂછશે કે વિરાટ તેની સાથે કેમ વાત કરી રહ્યો છે. સાઈની વાત સાંભળીને વિરાટ ચૂપ થઇ જશે..
સાઈ સાથે વાત કર્યા બાદ વિરાટ જગતાપ પાસે જશે. જગતાપ વિરાટને કહેશે કે સાવી વિરાટની દીકરી છે. વિરાટ આ જાણીને ચોંકી જશે.બીજી તરફ ચવ્હાણ હાઉસમાં હોબાળો થશે. જગતાપના પિતા ગયા પછી, ભવાની સાઈનેશાપ આપશે. આવી સ્થિતિમાં પાખી સાઈને સાથ આપશે. પાખી દાવો કરશે કે સાઈ ક્યારેય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખી શકે નહીં.