સમુદ્રની અંદરથી મળી આવ્યું ૧૨૦૦ વર્ષ જુનું પ્રાચીન મંદિર, જાણો તેનું રહસ્ય

આ દુનિયાનો ઈતિહાસ ખુબજ દિલચસ્પ છે. પ્રાચીન સમયમાં અહી એવી એવી વસ્તુઓ અને સંસ્કૃતિઓ હતી જેની આપણે આજના જમાનામાં કલ્પના પણ ના કરી શકીએ. આમ તો આપને આપણા ઈતિહાસ વિશે ઘણું બધું જાણીએ છીએ પરંતુ ઘણા રહસ્યો એવા છે જેનાથી આજે પણ લોકો અજાણ છે.

હાલમાં જ ઈજિપ્ત ના એક શહેર હેરાક્લીઓન માં એવી જ એક અદભુદ પ્રાચીન જાણકારી સામે આવી. અહી સમુદ્ર ની અંદર ૧૨૦ વર્ષ જુનું એક મંદિર મળ્યું છે. આ મંદિરમાં ઘણી એવી ખાસ વાત છે જેને જોઇને દરેક લોકો હેરાન છે. આ મંદિરમાં પ્રાચીન મૂર્તિઓ ઉપરાંત ખુબજ મોટો ખજાનો પણ છે.

આ મંદિરને યુરોપ અને ઈજીપ્તના પુરાતત્ત્વીય વિભાગે શોધ્યું છે. મંદિરમાં ઘણા બધા પીલોર પણ મળ્યા છે જેને એ મંદિરના મુખ્ય ભાગ કહેવામાં આવે છે. જે હાલમાં તહસ મહસ બની ગયો છે. મંદિરની શોધ એક ખાસ પ્રકારના સ્કેનીંગ દ્વારા કરવામાં આવી છે. કદાચ દરેક લોકો એ સમુદ્રમાં ગુમ થયેલ એટલાન્ટીસ શહેર ની કહાની તો સાંભળી જ હશે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ઈજીપ્ત ના આ ગુમ થયેલ શહેર નો જ હિસ્સો છે. મંદિરમાં ઘણા એવા અવશેષો મળ્યા છે જેને જોઇને કહી શકાય છે કે આ ગ્રીક મંદિર છે. ખજાના ઉપરાંત મંદિરમાં કેટલીક મૂર્તિઓ અને માટીના વાસણ પણ મળ્યા છે. આ દરેક વસ્તુઓ ત્રીજી અથવા ચોથી સદી નું માનવામાં આવે છે. આટલું જુનું હોવાથી મંદિર વિખેરાઈ ગયું છે અને સમુદ્રમાં પડ્યું છે.  

આ મંદિર માં મળેલા તાંબાના સિક્કા ને રાજા ક્લાડીયાસ ટોલમી ના શાસનકાળ ના માનવામાં આવે છે.  પુરાતત્ત્વવિદો અનુસાર હેરાક્લીઓન મંદિરો નું શહેર હતું. અને સુનામી આવવાના કારને આ આખો એરિયો સમાપ્ત થઇ ગયો હતો. એ સમય માં આ શહેર ઈજીપ્તના વેપારનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતું હતું. અહી એક હોળી પણ મળી છે જેમાં સિક્કા અને ઘરેણા છે. સાથે જ તેમાં મનુષ્યો ના અવશેષો પણ મળી આવ્યા છે.

ડો ફ્રેંક ગોડીયો કહે છે કે આજ થી ૧૨ વર્ષ પહેલા આ ક્ષેત્ર માંથી ફ્રેંચ ના યુદ્ધપોત પણ મળ્યા હતા. જો કે તે ૧૮ મી સદી ના હતા. આ મંદિરને શોધવું ખુબજ મુશ્કેલ કામ હતું. આ મંદિરની શોધ કરવામાં પુરાતત્ત્વીય વિભાગની ટીમ ને ૪ વર્ષ લાગી ગયા. મંદિર માં મળેલા આ ખજાનાની વાત કરવામાં આવે તો તેમાં જુના જમાના ના સિક્કા, ક્રોકરી, ઘરેણા થી ભરેલા વાસણો અને એક શીપ પણ મળી છે. હાલમાં પુરાતત્ત્વીય વિભાગ આ બધીજ વસ્તુઓ નું વિશ્લેષણ કરી રહી છે. જેથી આ મંદિર સાથે જોડાયેલ અન્ય રહસ્યો પણ જાણી શકાય.

આપણે સૌ સમુદ્ર માથી મળેલા ખજાનાની વાર્તાઓ સાંભળી હોય છે, અને એવું જ હકીકત માં થાય તો ખુબજ આશ્ચર્ય ની વાત માનવામાં આવે છે. અહી આપને તસવીરોમાં જોઈ શકીએ છીએ કે સમુદ્રના તળિયેથી કેવી કેવી પ્રાચીન વસ્તુઓ શોધવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer