શાસ્ત્રો મુજબ આ ઉપાય તમને દરેક સંકટોથી રાખશે દુર, જીવનમાં આવશે ઘણી બધી ખુશીઓ..

જ્યોતિષ શાસ્ત્રમાં જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે કેટલાક ઉપાયો જણાવેલ છે. આ ઉપાયોને પૂરી શ્રદ્ધા થી કરવામાં આવે તો ચોક્કસ પણે સફળતા પ્રાપ્ત થાય છે. આજે અમે કેટલાક એવા અસરકારક ઉપાય વિશે જણાવીશું જેને સાચા મનથી કરવાથી આપના જીવનની દરેક પરેશાની દુર થઇ જાય છે. તો ચાલો જોઈએ એ ઉપાયો વિશે..

પશુ પક્ષીઓ ને દાણા ખવડાવવા:

જો તમારા મનમાં આખો દિવસ બેચેની રહેતી હોય, કામ વ્યવસ્થિત ના થતું હોય, પારિવારિક કલેશ ન્નીયમિત થતો હોય, સ્વાસ્થ્ય સારું ના રહેતું હોય વગેરે જેવી સમસ્યા હોય તો પક્ષીઓને દાણા ખવડાવવા જોઈએ તેનાથી આનંદની પ્રાપ્તિ થાય છે. અને જીવનના દરેક કષ્ટો દુર થઇ જાય છે. કીડી, ચકલી, કબુતર, પોપટ, કાગડો, અને અન્ય પક્ષીઓના જુન્ડ તેમજ ગાય, કુતરાને નિયમિત દાણા-પાણી આપવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

ગૃહ કલહથી મુક્તિના ઉપાય:

કહેવામાં આવે છે કે જે ઘરમાં કલેશ થતો હોય, ત્યાં લક્ષ્મીજી નો વાસ થતો નથી. દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે તેમના ગૃહસ્થ જીવનમાં શુખ અને શાંતિ જ રહે. ઘર અને જીવનની ખુશાલી જ વ્યક્તિને જીવનમાં પ્રગતિના માર્ગ પર લઇ જાય છે. પરિવારમાં ચાલી રહેલ કલેશ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. જે ઘરમાં પતિ પત્ની અથવા બાપ દીકરા વચ્ચે જગડા ચાલતા હોય તેના માટે ગણેશ ઉપાસના ફાયદા કારક રહે છે. વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે ગણેશજીને લડવાનો ભોગ લગાવવો અને તેની ઉપાસના કરવી.

ગણેશજીનું ધ્યાન કરવું:

જો તમે કોઈ જરૂરી કાર્યની પુરતી માટે બહાર જઈ રહ્યા હોય તો શ્રી ગણેશજી નું ધ્યાન કરવું અને શ્રી ગણેશાય નમઃ આ મંત્ર બોલવો અને પછી કાર્ય પૂર્ણ કરવા માટે નીકળવું કામ અવશ્ય સફળ બનશે.

પીપળા પર પાણી ચડાવવું:

દરરોજ સવારે સ્નાન કાર્ય બાદ પીપળાના વૃક્ષ પર એક લોટો જળ ચડાવવું. માન્યતા છે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. દરરોજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઇ જાય છે. અને શુભ ફળ આપે છે. આ વૃક્ષનું મહત્વ એ વાત થી જાણવામાં આવે છે કે અર્જુનને ઉપદેશ આવતી વખતે ભગવાને પોતાની જાતને પીપળાનું વૃક્ષ કહ્યું હતું.

દરેક સંકટોથી મુક્તિ મેળવવા માટે:

મંગળવારે રાત્રે કોઈ એક મંદિરમાં જવું જ્યાં ભગવાન શ્રી રામ અને હનુમાનજી બંનેની પ્રતિમા હોય, ત્યાં જઈને ભગવાન શ્રી રામ અને હનુમાનજીની સામે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવવો. અને ત્યાજ ભગવાન શ્રી રામની પ્રતિમા સામે બેસીને હનુમાન ચાલીસા બોલવી. આ ઉપાય થી ભગવાન શ્રી રામ અને હનુમાનજી બંનેની કૃપા આપણા પર બની રહેશે. અને આપના દરેક પ્રકારના કષ્ટો, સંકટ સહીત દુર થઇ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer