શિવ અખાડા થી દાન માં મળેલા સાધુઓથી ગોદડ અખાડામાં સંન્યાસીઓ ની સંખ્યામાં વધારો થાય છે. સનાતન સંસ્કૃતિ માં સંન્યાસી ને ધર્મ ના રક્ષક અને જ્ઞાતા માનવામાં આવે છે. સાધુઓનું રહસ્યમય જીવન હોવા છતાં, તેઓ તેમના જીવનને શિસ્તબદ્ધ રીતે વિતાવે છે. સંન્યાસીઓ ના અખાડામાં એક અખાડો એવો પણ છે જે સાતેય શેવ અખાડા થી દાન માં મળેલા સાધુઓથી બનાવવામાં આવે છે.આ અખાડાનું નામ છે ગોદડ અખાડા. ગોદડ અખાડાના સંન્યાસીઓ નું કામ પણ વિશિષ્ટ હોય છે. આ અખાડા ના સંત શેવ અખાડા ને દેહ ત્યાગ કરેલા સંતો ને સમાધિ આપવાનું કામ કરે છે.
કામ થી થાય છે અખાડા ના સંતો ની ઓળખ : ગોદડ અખાડાના સંતો ની ઓળખ એના કાન થી થાય છે. અખાડા માં શામિલ થતા જ સંત ને જમણા કાન માં ભગવાન શિવ નું કુંડળ તેમજ ડાબા કાન માં હિંગળાજ માતા ની નથડી પહેરાવવામાં આવે છે. જે સંત ના ગુરુ જીવિત હોય છે તો તે સોના ના આભુષણ પહેરી શકતા નથી. સોના ની નથડી તેમજ કાન માં કુંડળ હોવા નો અર્થ એ છે કે એ સંત ના ગુરુ ની મૃત્યુ થઇ ગયું છે.
ગોદડ અખાડા ની સ્થાપના બ્રહ્મપુરી એ કરી હતી. આ અખાડો શેવ સંપ્રદાય ના સાતેય અખાડાથી સંબંધિત છે. જ્યાં પણ શેવ સંપ્રદાય ના અખાડા છે, ત્યાં ગોદડ અખાડા પણ છે. ગોદડ અખાડા ના સંત શેવ સંપ્રદાય ના સાતેય અખાડા ના મૃતક સાધુઓ ને સમાધિ આપે છે. સંતો ના અંતિમ સંસ્કાર માં પણ ગોદડ અખાડા ની ખાસ ભૂમિકા હોય છે. શેવ સંપ્રદાય ના અખાડા માં ખાલી અગ્નિ માં જ સમાધિ ની પરંપરા નથી.
ગોદડ અખાડાનું કેન્દ્ર છે જુનાગઢ :
આ અખાડા માં શિષ્ય એમના ગુરુ ને વિશેષ તરીકેથી પ્રણામ કરે છે. શિષ્ય પહેલા એમના ગુરુ ના ચરણો માં બેસીને અમુક વિશેષ મંત્ર બોલે છે એના પછી એમના બંને હાથ ની આંગળીઓથી એક વિશેષ સ્થિતિ માં રાખી ગુરુ ની સામે નમીને પ્રણામ કરે છે. ગોદડ અખાડામાં એની સ્થાપના કરવા વાળા બ્રહ્મપુરીજી મહારાજની ચરણ પાદુકાની પૂજા કરવાની પરંપરા છે. જ્યાં જ્યાં ગોદડ અખાડાની શાખા છે. ત્યાં એની પાદુકા સ્થાપિત છે. આ અખાડા નું કેન્દ્ર જુનાગઢ માં છે. મધ્યપ્રદેશ માં ઓકારેશ્વર માં પણ આની શાખા છે.