વર્ષ 2019નો નવમો મહિનો, સપ્ટેમ્બર તહેવારની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિને અનેક ઉત્સવો ઉજવાશે. સપ્ટેમ્બરમાં જ શ્રાદ્ધપક્ષ પણ આવે છે
તો મહિનાના અંતે માં આધ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ પણ શરુ થશે. સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા તહેવારોની એક ઝલક અહીં પ્રસ્તુત છે…
2 સપ્ટેમ્બર સોમવાર, ગણેશ ચતુર્થી – આ દિવસે હિન્દુ
પરિવારોનાં ઘરમાં અને સોસાયટીમાં ગણેશ ઉત્સવની શરૂઆત થશે. ઠેર ઠેર ગણેશજીની
પ્રતિમાનું
સ્થાપન થશે.
8 સપ્ટેમ્બર, રવિવારના રોજ તેજા દશમી. આ દિવસે તેજાજી
મહારાજની વિશેષ પૂજા – અર્ચના કરવામાં આવે છે.
9 સપ્ટેમ્બર, સોમવારના રોજ ડૉલ અગિયારસ. આ તિથિએ ભગવાન
વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.
12 સપ્ટેમ્બર, ગુરૂવાર – અનંત ચતુર્દશી. આ દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.
14 સપ્ટેમ્બર, શનિવાર – ભાદરવા મહિનાનો અંતિમ દિવસ અને
પૂર્ણિમા. આ તિથિએથી જ શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોની વિશેષ
પૂજા કરવામાં
આવે છે અને
તેમના માનમાં તર્પણ કરવામાં આવે છે.
17 સપ્ટેમ્બર, મંગળવાર – આ દિવસે અંગારિકા ચોથ ઉજવવામાં આવશે. આ તિથિ પર ગણેશજીનું વ્રત કરવામાં આવે છે.
25 સપ્ટેમ્બર બુધવાર – ઈન્દિરા એકાદશી. આ
દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. એકાદશીએ વિષ્ણુભગવાન સાથે
મહાલક્ષ્મી તુલસીની
પણ વિશેષ
પૂજા કરવામાં આવે છે.
28 સપ્ટેમ્બર, શનિવાર – આ દિવસે સર્વપિતૃ મોક્ષ અમાસ છે. આ તિથિએ પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ સાથે પુણ્યના કામો કરવામાં આવે છે.
29 સપ્ટેમ્બર, રવિવાર – આ દિવસથી માં આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ શરૂ થશે. આ દિવસે ઘટસ્થાપન કરવામાં આવશે.