વેદોનો અભ્યાસ કરવા પર જે સાત ઋષિઓ કે ઋષિ કુળના નામ વિશે જાણ થાય છે તે નામ ક્રમશ આ પ્રકારના છે. 1. વશિષ્ઠ 2. વિવિશ્વામિત્ર 3. કળ્વ 4. ભારદ્વાજ 5. અત્રિ 6. વામદેવ અને 7. શૌનક.
ઋગ્વેદમાં લગભગ એક હજાર સૂક્ત છે. લગભગ દસ હજાર મંત્ર છે. ચાર વેદોમાં લગભગ વીસ હજાર છે અને આ મંત્રોના રચેતા કવિઓને આપણે ઋષિ કહીએ છીએ. બાકી ત્રણ વેદોના મંત્રોની જેમ ઋગ્વેદના મંત્રોની રચનામાં પણ અનેક ઋષિઓનુ યોગદાન રહ્યુ છે. પણ તેમા પણ સાત ઋષિયો એવા છે જેમા કુળોમાં મંત્ર રચેતા ઋષિઓની એક લાંબી પરંપરા રહી. આ કુલ પરંપરા ઋગ્વેદના સૂક્ત દસ મંડળોમાં સંગ્રહિત છે અને તેમા બે થી સાત મતલબ છ મંડળ એવા છે જેને આપણે પરંપરાથી વંશમંડળ કહીએ છીએ. કારણ કે તેમા છ ઋષિકુળોના ઋષિઓના મંત્ર એકત્ર કરવામાં આવ્યા છે.
પુરાણોમાં સપ્ત ઋષિના નામ પર વિવિધ નામાવલી મળે છે. પુરાણોની નામાવલી આ પ્રકારની છે. – આ ક્રમશ: કેતુ, પુલહ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરા, વશિષ્ટ અને મારીચિ છે. મહાભારતમાં સપ્તર્ષિયોની બે નામાવલિયો મળે છે. એક નામાવલીમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ નામ આવે છે. તો બીજી નામાવલિમાં પાંચ નામ બદલાય જાય છે. કશ્યપ અને વશિષ્ઠ એ જ રહે છે. પણ બાકીના બદલે મરીચિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુ નામ આવી જાય છે. કેટલક પુરાણોમાં કશ્યપ અને મરીચિને એક માનવામાં આવે છે તો કેટલાક કશ્યપ અને કણ્વને પર્યાયવાચી માનવામાં આવે છે. અહી રજુ છે વૈદિક નામાવલિ મુજબ સપ્તઋષિઓનો પરિચય.
1. વશિષ્ઠ : રાજા દશરથના કુળગુરૂ ઋષિ વશિષ્ઠને કોણ નથી જાણતુ. આ દશરથના ચાર પુત્રોના ગુરૂ હતા. વશિષ્ઠના કહેવા પર દશરથે પોતાના ચારેય પુત્રોને ઋષિ વિશ્વામિત્રની સાથે આશ્રમમાં રાક્ષસોનો વધ કરવા માટે મોકલી દીધા હતા. કામઘેનુ ગાય માટે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે યુદ્ધ પણ થયુ હતુ. વશિષ્ઠએ રાજસત્તા પર અંકુશ પર વિચાર આપ્યો તો તેમના જ કુળના મૈત્રાવરુણ વશિષ્ઠએ સરસ્વતી નદીના કિનારે સૌ સૂક્ત એક સાથે રચીને નવો ઈતિહાસ બનાવ્યો.
2. વિશ્વામિત્ર:ઋષિ થતા પહેલા વિશ્વામિત્ર રાજા હતા અને ઋષિ વશિષ્ઠ પાસેથી કામઘેનુ ગાયને હડપવા માટે તેમણે યુદ્ધ કર્યુ હતુ પણ તેઓ હારી ગયા. આ હાર એ જ તેમને ઘોર તપસ્યા માટે પ્રેરિત કર્યા. વિશ્વામિત્રની તપસ્યા અને મેનકા દ્વારા તેમની તપસ્યા ભંગ કરવાની કથા જગ પ્રસિદ્ધ છે. વિશ્વામિત્રએ પોતાની તપસ્યાના બળ પર ત્રિશંકુને સશરીર સ્વર્ગ મોકલી આપ્યો હતો. આ રીતે ઋષિ વિશ્વામિત્રના અસંખ્ય પ્રસંગો છે.એવુ કહેવાય છે કે હરિદ્વારમાં આજે જ્યા શાંતિકુંજ છે એ સ્થાન પર વિશ્વામિત્રએ ઘોર તપસ્યા કરીને ઈન્દ્રથી રિસાઈને એક અલગ જ સ્વર્ગ લોકની રચના કરી હતી. વિશ્વામિત્ર એ આ દેશને ઋચા બનાવવાની વિદ્યા આપી અને ગાયત્રી મંત્રની રચના કરી જે ભારતના હ્રદયમાં હજારો વર્ષોથી આજ સુધી અવિરત નિવાસ કરી રહ્યો છે.
3 કળ્વ. : એવુ કહેવાય છે કે આ દેશના સૌથી મહત્વપુર્ણ યજ્ઞ સોમયજ્ઞને કળ્વોએ વ્યવસ્થિત કર્યા. કળ્વ વૈદિક કાળના ઋષિ હતા. તેમના જ આશ્રમમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્ની શકુંતલા અને તેમના પુત્ર ભરતનુ પાલન-પોષણ થયુ હતુ.
4. ભારદ્વાજ :વૈદિક ઋષિયોમાં ભારદ્વાજ ઋષિનુ ઉચ્ચ સ્થાન છે. ભારદ્વાજના પિતા બૃહસ્પતિ અને માતા મમતા હતી. ભારદ્વાજ ઋષિ રામના પહેલા થયા હતા. પણ એક ઉલ્લેખ મુજબ તેમના લાંબા આયુની જાણ થાય છે કે વનવાસના સમયે શ્રીરામ તેમના આશ્રમમાં ગયા હતા. જે ઐતિહાસિક દ્રષ્ટિથી ત્રેતા-દ્વાપરનો સંધિકાળ હતો. એવુ કહેવાય છે કે ભારદ્વાજોમાંથી એક ભારદ્વાજ વિદથે દુષ્યન્તના પુત્ર ભરતના ઉત્તરાધિકારી બની રાજકાજ કરતી વખતે મંત્ર રચના ચાલુ રાખી.
ઋષિ ભારદ્વાજના પુત્રોમાં 10 ઋષિ ઋગ્વેદના મન્ત્રદ્રષ્ટા છે અને કે પુત્રી જેનુ નામ રાત્રિ હતુ તે પણ રાત્રિ સૂક્તની મન્ત્રદ્રષ્ટા માનવામાં આવી છે. ઋગ્વેદના છઠ્ઠા મંડળના દ્રષ્ટા ભારદ્વાજ ઋષિ છે. આ મંડળમાં ભારદ્વાજના 765 મંત્ર છે. અથર્વવેદમાં પણ ભારદ્વાજના 23 મંત્ર મળે છે. ભારદ્વાજ સ્મૃતિ અને ભારદ્વાજ સંહિતાના રચનાકાર પણ ઋષિ ભારદ્વાજ જ હતા. ઋશિ ભારદ્વાજે યન્ત્ર-સર્વસ્ત નામક બૃહદ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથનો કેટલોક ભાગ સ્વામી બ્રહ્મમુનિએ વિમાન શાસ્ત્રના નામથી પ્રકાશિત કરાવ્યો છે. આ ગ્રંથમાં ઉચ્ચ અને નિમ્ન સ્તર પર વિચરનારા વિમાનો માટે વિવિધ ધાતુઓના નિર્માણનુ વર્ણન મળે છે.
5. અત્રિ :ઋગ્વેદના પંચમ મંડળના દ્રષ્ટા મહર્ષિ અત્રિ બ્રહ્માના પુત્ર, સોમના પિતા અને કર્દમ પ્રજાપતિ અને દેવહૂતિની પુત્રી અનુસૂયાના પતિ હતા. અત્રિ જ્યારે બહાર ગયા હતા ત્યાર ત્રિદેવ અનસૂયાના ઘરે બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા લાગ્યા અને અનુસૂયાને કહ્યુ કે જયારે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા સ્વીકાર કરીશુ. ત્યારે અનુસૂયાએ પોતાના સતિત્વના બળ પર ઉક્ત ત્રણેય દેવોને અબોધ બાળક બનાવીને તેમને ભિક્ષા આપી. માતા અનુસૂયાએ દેવી સીતાને પતિવ્રતનો ઉપદેશ આપ્યો હતો.
અત્રિ ઋષિએ આ દેશમાં કૃષિના વિકાસમા પૃથુ
અને ઋષભની જેમ યોગદાન આપ્યુ હતુ. અત્રિ લોકો જ સિન્ધુ પાર કરીને પારસ (આજનુ ઈરાન)
ચાલ્યા ગયા હતા. જ્યા તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો. અત્રિઓને કારણે જ અગ્નિપૂજકોના
ધર્મ પારસી ધર્મનો સૂત્રપાત થયો. અત્રિ ઋષિનો આશ્રમ ચિત્રકૂટમાં હતો. માન્યતા છે
કે અત્રિ-દમ્પતિની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળસ્વરૂપ વિષ્ણુના અંશથી
મહાયોગી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી
ચંદ્રમા અને શંકરના અંશથી મહામુનિ દુર્વાસા મહર્ષિ અત્રિ અને દેવી અનુસૂયાના પુત્ર
રૂપમાં જન્મ્યા. ઋષિ અત્રિ પર અશ્વિનીકુમારોની પણ કૃપા હતી.
6. વામદેવ :વામદેવે આ દેશને સામગાન (અર્થાત સંગીત) આપ્યુ. વામદેવ ઋગ્વેદના ચતુર્થ મંડળના સૂત્તદ્રષ્ટા, ગૌતમ ઋષિના પુત્ર અને જન્મત્રયીના તત્વવેત્તા માનવામાં આવે છે.
7. શૌનક : શૌનકના દસ હજાર વિદ્યાર્થીઓના ગુરૂકુળને ચલાવીને કુલપતિનું વિલક્ષણ સન્માન મેળવ્યુ અને કોઈપણ ઋષિએ આવુ સન્માન પહેલીવાર મેળવ્યુ. વૈદિક આચાર્ય અને ઋષિ જે શુનક ઋષિના પુત્ર હતા. ફરીથી બતાવાય તો વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણ્વ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ અને શૌનક – આ સાત ઋષિ જેમણે આ દેશને એટલુ બધુ આપી દીધુ કે કૃતજ્ઞ દેશે તેમને આકાશના તારામંડળમાં બેસાડીને એક એવુ અમરત્વ આપી દીધુ કે સપ્તર્ષિ શબ્દ સાંભળતા જ આપણી કલ્પના આકાશના તારામંડળો પર ટકી જાય છે.આ ઉપરાંત માન્યતા છે કે અગસ્ત્ય, કશ્યપ, અષ્ટાવક્ર, યાજ્ઞવલ્કય, કાત્યાયન, એતરેય, કપિલ, જેમિની, ગૌતમ વગેરે બધા ઋષિ ઉક્ત સાત ઋષિઓના કુળના હોવાને કારણે તેમને પણ એ જ સન્માન પ્રાપ્ત છે.