વિશ્વવિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર માં અંદાજે 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બની રહ્યું છે. ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકશે. હાલ ભોજનાલય બનાવાની કામગીરી ઝડપી રીતે ચાલી રહી છે.
મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના ૩૦૦ જેટલા મજુરો દિવસ રાત પરસેવો પાડી રહ્યા છે. પંજાબના ગોલ્ડન ટેમ્પલ જેવું મોટું રસોડું બનવાશે. ખૂબ જ મોટી સખ્યામાં ભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે.
જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા માટે મંદિર વિભાગ દ્વારા 7 એકરમાં રૂ. ૩૫ થી ૪૦ કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાની કામગીરી ચાલી રહી છે.
દિવાળી પહેલા સમગ્ર કામગીરી પૂર્ણ થશે તેવું સાળંગપુર મંદિરના પૂજારીએ જણાવ્યું. તેમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર જ રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં ૩૦૦ થી વધુ કારીગરો દિવસ રાતે એક કરી રહ્યા છે.
આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાનું આયોજન છે. આ ભોજનાલય 7 વિઘામાં પથરાંયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટનું થશે ભોજનાલયકુલ 250 કોલમ પર ઊભું કરવામાં આવશે.