વિદેશોમાં પણ છે જ્ઞાનની દેવી સરસ્વતીના અલગ-અલગ નામ અને મંદિર.

વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની આરાધના વિશેષ રૂપથી કરવામાં આવે છે. દેવી સરસ્વતી હિંદુ ધર્મની એક પ્રમુખ દેવિ છે. તેને જ્ઞાન અને વિદ્યાની દેવી કહેવામાં આવે છે. વાગ્દેવી, ભારતી, શારદા વગેરે નામોથી પૂજિત આ દેવી વિશે કહેવાય છે કે એ મુર્ખ વ્યક્તિને પણ વિદ્વાન બનાવે છે.

ધર્મ ગ્રંથો અને પુરાણોમાં તેના રૂપ રંગને શુક્લવર્ણા અને શ્વેત વસ્ત્રધારીણી કહેવામાં આવ્યા છે, જે વીણાવાદન માટે તત્પર અને શ્વેત કમળ પુષ્પ પર બિરાજે છે. સદીઓ થી દેવી સરસ્વતીની પૂજા ભારત અને નેપાળ માં થતી આવી છે. મહા પંચમી, જેને વસંત પંચમી પણ કહેવામાં આવે છે. એ દિવસે દેવી સરસ્વતીની આરાધના વિશેષ રૂપથી કરવામાં આવે છે.

પરંતુ દેવી સરસ્વતીની આરાધના ફક્ત ભારત અને નેપાળમાં જ નહિ, પરંતુ ઇન્ડોનેશિયા, બર્મા, ચીન, થાઈલેન્ડ, જાપાન, અને અન્ય દેશોમાં પણ થાય છે. દેવી સરસ્વતીને બર્મામાં થુયથદી, સુરસ્તી અને તીપીટકા મેદા, ચીનમાં બિયાનચાઈત્યાન, જાપાનમાં બેન્જાઈતેન અને થાઈલેન્ડમાં સુરસ્વદીના નામથી ઓળખવામાં આવે છે.

દુનિયાના દરેક દેશોમાં જ્ઞાનની દેવી દેવતાઓની પરિકલ્પના કરવામાં આવેલ છે. જર્મનીમાં સ્નોત્રને જ્ઞાન, સદાચાર અમે આત્મનિયંત્રણની દેવી માનવામાં આવે છે. તેમજ ફ્રાંસ, સ્પેન, ઇંગ્લેન્ડ, બેલ્ઝીયમ, ઓસ્ટ્રિયા સહીત ઘણા યુરોપીય દેશો માં જ્ઞાન અને શિલ્પની દેવી ના રૂપમાં મિનર્વાનું સ્મરણ કરવામાં આવે છે. તેને સંગીત, ચિકિત્સા શાસ્ત્ર અને ગણિત સહીત રોજમર્રાના કાર્યોમાં નિપુણતાની દેવી માનવામાં આવી છે.

પ્રાચીન ગ્રીસમાં એથેન્સ શહેરની સંરક્ષક દેવી એથેનાને જ્ઞાન, કળા, સાહસ, પ્રેરણા, સભ્યતા, કાનુન-ન્યાય, ગણિત, જીતની દેવી માનવામાં આવે છે. જાપાનની લોકપ્રિય દેવી બેન્જાઈતેનને હિંદુ દેવી સરસ્વતીનું જાપાની સંસ્કરણ કહેવાય છે. આ દેવીના જાપાનમાં ઘણા મંદિરો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer