વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી ગુજરાતી છોકરી એ 12 વર્ષ પછી કપાવી નાખ્યા પોતાના વાળ, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો….

વાળ કાપવામાં થોડી જ મિનિટો લાગે છે, પરંતુ તેમને વધતા મહિનાઓ લાગે છે. દરેક વ્યક્તિને તેમના વાળ માટે ખૂબ જ પ્રેમ હોય છે, ખાસ કરીને છોકરીઓ. લાંબા વાળ છોકરીઓની સુંદરતા વધારે છે. સુંદરતા અને વાળની લંબાઈના બળ પર જ ગુજરાતની નીલાંશી પટેલે ગિનિસ બુકમાં નામ નોંધાવીને વિશ્વમાં લાંબા વાળનો રેકોર્ડ બનાવ્યો હતો

ગયા વર્ષે, 18 વર્ષની નીલાંશી પટેલે વિશ્વમાં સૌથી લાંબા વાળનો પોતાનો જૂનો ગિનીસ રેકોર્ડ તોડીને હેડલાઇન્સ બનાવી હતી. નીલાંશી ગુજરાતના મોડાસાની રહેવાસી છે અને તેના વાળની લંબાઈ લગભગ 6 ફૂટ ત્રણ ઈંચ હતી. પણ નીલાંશીએ વર્ષો પછી વાળ કપાવ્યા છે.

તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે આખરે તેણે પોતાના લાંબા વાળ કપાવી લીધા છે. આ વીડિયોમાં નીલાશીને જોઈને તમને એ પણ ખ્યાલ આવી જશે કે તે તેના વાળ કપાવતા પહેલા કેટલી નર્વસ દેખાય છે.

વીડિયોમાં, નીલાશી તેના વાળ કપાવવા માટે ઉત્સાહિત જોવા મળી શકે છે, પરંતુ તે આ પ્રસંગે થોડી ભાવુક પણ થઈ જાય છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ માહિતી આપી છે કે નીલાશીએ તેના વાળ કપાવી લીધા છે.

નિલાંશીએ લગભગ 12 વર્ષ બાદ હેર કટિંગ કરાવ્યું છે. 6 વર્ષની ઉંમરમાં બનેલી એક ઘટના બાદ તેણે પોતાના વાળ ન કાપવાનો નિર્ણય લીધો હતો. 6 ઓગસ્ટ 2002ના રોજ જન્મેલી નીલાંશીએ નવેમ્બર 2018માં ગિનિસ બુકમાં પ્રથમ વખત પ્રવેશ મેળવ્યો હતો.

ઈટાલીમાં એક ઈવેન્ટ દરમિયાન તેના વાળની લંબાઈ પાંચ ફૂટ સાત ઈંચ હતી, જ્યારે તેણે આર્જેન્ટિનાની કિશોરીનો રેકોર્ડ તોડીને આ ખિતાબ હાંસલ કર્યો હતો, પરંતુ સપ્ટેમ્બર 2019માં તેણે 6 ફૂટ 3 ઈંચની ઉંચાઈ સાથે ફરીથી ગિનિસનું નામ નોંધાવ્યું હતું.

નીલાંશી કહે છે કે જ્યારે તે 6 વર્ષની હતી ત્યારે હેરડ્રેસર તેના વાળ યોગ્ય રીતે કાપતો ન હતો, તેથી તેણે નક્કી કર્યું કે તે ફરી ક્યારેય તેના વાળ નહીં કાપે. આ જ કારણ હતું કે તેણે લાંબા સમય સુધી પોતાના વાળનું ખાસ ધ્યાન રાખ્યું. પરિણામે તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા.

નીલાશી તેના લાંબા વાળને જમીનથી દૂર રાખવા માટે ઊંચી એડીના સેન્ડલ પહેરે છે. નીલાશી મોટાભાગે પોનીટેલ બાંધે છે, પરંતુ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અને સ્વિમિંગ દરમિયાન તે પોતાના વાળ બાંધે છે. પરંતુ હવે નીલાશીએ તેના વાળ કપાવી લીધા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer