તમને એવું કહેવામાં આવે કે આજે માત્ર થોડા સમય માં ૧ લાખ લોકોનું ભોજન અરે ૧ લાખ નહિ માત્ર ૧૦ હજાર લોકોનું ભોજન બનાવવા માટે માત્ર ૩ કલાક આપવામાં આવે તો પણ આપણને ખુબજ અઘરું લાગી જાય છે.
આજ કાલ મોઘવારી ખુબજ વધી ગઈ છે. એટલા માટે બધાનું ભરણ પોશણ કરવું ખુબજ અઘરું પડી જાય છે. એમાં પણ જે લોકોની પરિસ્થિતિ ખુબજ નબળી હોય તે લોકો ને તો ઘરના સભ્યનું ભરણ પોશણ કરવું ખુબજ અઘરું પડી જાય છે.
આજે અમે આ લેખ દ્વારા એક એવા રસોડા વિશે વાત કરવાના છીએ કે જ્યાં ત્રણ કલાકમાં એક લાખ લોકો નું જમવાનું બને છે. આ રસોડું ભારતનું જ નહિ આખી દુનિયાનું સૌથી મોટું રસોડું છે. જે રસોડાની આજે અમે વાત કરી રહ્યા છીએ એ છે પંજાબમાં આવેલું એક ગામ જેનું નામ છે અમૃતસર,
અમૃતસર માં એક એવું ગુરૂદ્વારા છે કે જ્યાં ત્રણ કલાક માં ઓછામાં ઓછા એક લાખ લોકોની રસોઈ બને છે. આ ગુરૂદ્વારાને પંજાબના લોકો ‘શ્રી હરી મંદિર સાહેબ’ ના નામથી ઓળખે છે. ‘ શ્રી હરી મંદિર સાહેબ ‘ નું ગુરૂદ્વારા સૌથી પવિત્ર ,શુદ્ધ અને ધાર્મિક સ્થળ માનવામાં આવે છે.
આ ગુરૂદ્વારા માં લોકો દુર દુરથી દર્શન કરવા માટે આવે છે. તમને ખબર છે કે દુનિયાની સૌથી મોટી પંગત ક્યાં પડે છે ? દુનિયા ની સૌથી મોટી પંગત પંજાબ માં આવેલા ‘શ્રી હરી મંદિર સાહેબ ‘ ના ગુરૂદ્વારા માં પડે છે.
આ પંગત એટલી મોટી હોય છે કે તમને દુર દુર સુધી ખબર જ પડે નહિ કે આ ગુરૂદ્વારામાં કેટલા માણસો છે. આ ગુરુદ્વારા માં જે કોઈ પણ વ્યક્તિ આવે છે તે ક્યારેય ભૂખ્યા જતા નથી. અહી સતત જમણવાર ચાલુ હોય છે.
આ મંદિરમાં ફક્ત ત્રણ કલાકમાં જ એક લાખથી પણ વધારે લોકોનું જમવાનું બને છે. અને પંગત પાડતી વખતે ભોજન ગૃહમાં 500 થી પણ વધારે કર્મચારીઓ કામ કરતા હોય છે. જયારે તમને મોકો મળે ત્યારે એક વાર જરૂર જાજો આ ‘શ્રી હરી મંદિર સાહેબ‘ ના ગુરૂદ્વારા માં.