દુનિયાની સૌથી ઉચી ધાર્મિક ઈમારત હવે ભારત માં હશે. આ મંદિર બાકે બીહારીનું હશે. તેનું નિર્માણ કાર્ય ખુબ જલ્દી થઇ રહ્યું છે. તેની ઉચાઇ ૭૦૦ ફૂટ હશે. વૃંદાવન ના આ ચંદ્રોદય મંદિરની ડિઝાઈન ના સલાહકાર છે થોર્નટન ટોમાશેટ્ટી. મંદિરમાં એક કલ્ચર સેંટર પણ હશે. અહી એક થીમ પાર્ક પણ હશે.
શું છે ખાસિયત આ મંદિરની:
આ મંદિર ફક્ત સૌથી ઉચું ધાર્મિક ઈમારત નહિ પણ ભૂકંપ વિરોધી પણ હશે. તેમાં ૭૦ જેટલા માળ હશે. આ પ્રોજેક્ટના ડાયરેક્ટર નરસિમ્હા દાસે બતાવ્યુ કે, ‘આ થીમ પાર્ક માં રાઇડ્સ, લાઈટ, સાઉંડ, સ્પેસ્યલ ઈફેક્ટસ હશે. સાથે જ વ્રજ મંડળ પરિક્રમા અને લેજર શો પણ હશે.’
આ બિલ્ડીંગમાં એક કૈપ્સયુલ એલીવેટર બનાવામાં આવશે. જેના માધ્યમ થી ઉપરથી નીચે સુધી નો નજારો જોવા મળશે. અહી એક લાઈટ અને સાઉંડ શો એવો થશે જેમાં પૃથ્વીની જાણકારી હશે અને સાથે જ વૈદિક કાળની જાણકારી પણ આપવામાં આવશે.
કૃષ્ણ ને સમર્પિત થશે આ મંદિર:
તે ૩૦ એકર જંગલથી ઘેરાએલું હશે. તેનું નિર્માણ ભક્તજનો થી મળેલા દાનથી કરવામાં આવે છે. તેનાથી થોડી દુરી પર એપાર્ટમેન્ટ અને વિલા બનાવીને વેચવાની યોજના છે. જેનાથી મળેલા પૈસા ને મંદિરના નિર્માણ કાર્યમાં લગાવામાં આવશે. મંદિરને બનાવા માટે ૧૮૦ ફૂટ ઊંડો પાયો નાખવામાં આવ્યો છે. દાસે કહ્યું છે કે આ મંદિર આવતા વર્ષે માર્ચમાં બનીને તૈયાર થઇ જશે.