સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા ને અપાશે પદ્મશ્રી એવોર્ડ, સૌરાષ્ટ્ર માં 200 એકરની અંદર સરોવરના નિર્માણનું કાર્ય ચાલુ….

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર તરફથી 128 પદ્મ પુરસ્કારો આપવાની જાહેરાત કરવામાં આવી. ચાર મહાનુભાવોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. રાજ્યના સાત લોકોને પદ્મ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

સ્વામિ સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણ શ્રેણીમાં, ડોક્ટર લતા દેસાઈને મિડિસિનમાં , માલજીભાઈ દેસાઈને જાહેર સેવા ક્ષેત્રમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય જાણીતા લેખક દિવંગત ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સવજીભાઈ ધોળકિયા, રમિલાબેન ગામીત અને જયંત વ્યાસને પણ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે.

સવજીભાઈ ધોળકિયાનો જન્મ અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. 13 વર્ષની ઉંમરે તેઓ સુરત આવ્યા હતા અને એક કારખાનામાં નોકરી કરતા હતા. તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ઘસવાનું કામ કર્યુ.

આ ક્ષેત્રનો અનુભવ મળ્યા પછી તેમણે મિત્રો સાથે મળીને ઘરમાં જ આ કામની શરુઆત કરી હતી. આજે સવજીભાઈ 50 દેશોમાં હીરાઓ સપ્લાય કરે છે. વિશ્વના 5000 જેટલા શોરુમમાં ક્રિષ્ણા બ્રાન્ડના ડાયમંડના ઘરેણાં વેચાઈ છે.

સવજી ધોળકિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, મને પદ્મશ્રી અવોર્ડ એનાયત કરવા બદલ હું રાષ્ટ્રનો આભારી છું. ધોળકિયા ફાઉન્ડેશનના ગ્રાઉન્ડ મેમ્બર્સનો હું આભાર વ્યક્ત કરુ છું, તેમના વિના આ અવોર્ડ મળવો શક્ય નહોતો.

સવજી ધોળકિયાની સૌથી મોટી સિદ્ધિ તરીકે પંચગંગા તીર્થના નિર્માણને ઓળખવામાં આવે છે. અહીં પાંચ જેટલાં મોટાં સરોવરોને તૈયાર કરાઈ રહ્યા છે. અંદાજે 200 એકરની અંદર આ સરોવર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.

આ ઉપરાંત આ અગાઉ તેઓ પોતાની સંસ્થાના કર્મચારીઓને મોંઘી મોંઘી ગાડીઓ અને મોટા મોટા મકાનો દિવાળી ગિફ્ટ માં આપવા માટે ચર્ચામાં આવ્યા હતા દેશભરના મીડિયાએ આ બાબતની નોંધ લીધી હતી. તેઓ પોતાની કંપની માં કામ કરતા લોકોને દિવાળી ઉપર બોનસ તરીકે મર્સિડીઝ જેવી મોંઘી ગાડીઓ પણ આપે છે.

આ ઉપરાંત તેઓ અનેક સામાજીક કાર્યક્રમો અને સંગઠનો સાથે સંકળાયેલા છે. તેવું એક મોટીવેશન સ્પીકર તરીકે પણ જાણીતા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer