તમે લોકોને વારંવાર કહેતા સાંભળ્યા જ હશે કે તમારે દરરોજ સવારે ઉઠીને ચાલવું જોઈએ. તમે દરરોજ નક્કી પણ કરશો કે તમે આગલી સવારે ચોક્કસ જાગસો અને ચાલવા જશો પણ શિયાળાની સવાર માં ધાબડો છોડવાનું મન ન થાય. એટલા માટે જ આજે અમે તમને ચાલવાનાં આવા કેટલાક ફાયદા જણાવી રહ્યા છીએ, એ જાણીને કે તમે આજ સવારથી જ ચાલવાનું શરૂ કરી દેસો. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ વિષે.
ઝડપથી ચાલવાથી આપણાં શરીર માં કેલેરી બર્ન થાય છે. કેલરી બર્ન કરવાથી તમારું વજન પણ ઝડપથી ઘટે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે નિયમિત ચાલવું જોઈએ. તમારી ચાલવાની ગતિ, તમે કેટલું ચાલ્યા, તમે કેવા જમીન પર ચાલ્યા અને તમારું વજન કેટલું છે. તમારી કેલરી બર્ન આ બધી બાબતો પર થાય છે.
અઠવાડિયામાં 5 દિવસ દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું જોઈએ,આવું કરવાથી તમારા હૃદય રોગના જોખમ 19 ટકા ઘટી જાય છે. જો તમે ધીમે ધીમે ચાલવાનો સમય વધારશો, તો પછી આવા રોગોનું જોખમ પણ તે મુજબ ઘટી જાય છે.
જો તમને તમારા સાંધામાં દુખાવો થાય છે તો તમારે ચાલવાની ટેવ બનાવવી જોઈએ. ચાલવું તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને સાંધાનો દુખાવો કરવામાં મદદ કરે છે. જો તમે દર અઠવાડિયે 5 થી 6 માઇલ ચાલો છો, તો તે સંધિવા જેવા રોગનું જોખમ પણ ઘટાડે છે.
જો તમે નિયમિતપણે ચાલશો તો તે તમારી ઉંમર માં વધારો કરે છે. રિસર્ચમાં એ પણ બહાર આવ્યું છે કે જો તમારે લાંબા સમય સુધી જીવવું હોય તો તમારે દરરોજ ચાલવાની ટેવમાં જવું જોઈએ. આનાથી વહેલા મૃત્યુનું જોખમ 20% ઘટાડે છે.
દરરોજ મોર્નિંગ વોક આખા શરીરનું રક્ત પરિભ્રમણ વધારે છે. જેમ જેમ રક્ત પરિભ્રમણ વધે છે, તેમ શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે અને ઑક્સિજન સીધા મગજમાં પહોંચે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધન મુજબ રોજ સવારે ચાલવાથી અલ્ઝાઇમર થવાની સંભાવના ઓછી થાય છે.
ચાલવું એ એન્ડોર્ફિન અને સેરોટોનિન જેવા સારા હોર્મોન્સ ને પણ વધારે છે. આ બંને હોર્મોન્સ આરોગ્ય જાળવે છે. જે લોકોમાં હોર્મોનલ અસંતુલન છે તેઓએ દરરોજ સવારે ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું જોઈએ.