સવિ ના લીધે વિરાટ અને સઇ માં વધશે નજદીકી, તો પાખી  ચાલશે નવી ચાલ… 

સ્ટાર પ્લસનો શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એક ધમાકેદાર ટ્વિસ્ટ અને ટર્ન્સ લાવવા જઈ રહ્યો છે.આ દિવસોમાં પાખી, વિરાટ અને સઇ વચ્ચે રસપ્રદ ટ્રેક ચાલી રહ્યો છે. આ શો ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. સવીના કારણે વિરાટ અને સઈ છે ચવહાણ નિવાસમાં સાથે રહેશે. ચવ્હાણ પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સઈ અને વિરાટ સાથે આવવાથી ખુશ નથી. આ દરમિયાન, વિરાટ એ હકીકતથી પરેશાન છે કે દરેક તેને તેની પુત્રી સવીથી દૂર લઈ જવા માંગે છે.

શોમાં જ્યાં પાખી વિરાટને સમજાવવાની કોશિશ કરે છે કે સવીના કારણે તમારા બંને વચ્ચે નિકટતા વધશે.પરંતુ આખી વાત સાંભળ્યા વગર જ તે પાખી પર બૂમો પાડવા લાગે છે. પાખીનો આ ડર જોઈને સઈ કહે છે કે હું ક્યારેય તારી અને વિરાટ વચ્ચે નહીં આવીશ. જ્યારે વિરાટ આ સમયે ફક્ત તેની પુત્રી વિશે જ વિચારી રહ્યો છે.

આ દરમિયાન વિરાટ સવીને એડમિશન લેટર આપે છે, જેને જોઈને સાઈ ચોંકી જાય છે. તેને લાગે છે કે તે સવીને વિરાટ કરતાં વધુ સારી રીતે ઉછેરી શકે છે. આગામી એપિસોડમાં, તમે જોશો કે વિરાટ સવીને એડમિશન માટે એક સારી સ્કૂલમાં લઈ જશે.એડમિશન દરમિયાન, સાવી બધા પ્રશ્નોના સાચા જવાબ આપે છે, વિરાટ આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છે અને ખૂબ ખુશ થશે. તેને લાગે છે કે સઈએ સાવીને સારી રીતે શીખવ્યું છે.પાખી વિરાટના આ પગલાથી બિલકુલ ખુશ નથી. વિરાટ અને સઈની વધતી નિકટતા જોઈને પાખી ઉદાસ થઈ જાય છે. તે કોઈપણ કિંમતે સઈ અને વિરાટ વચ્ચે દુરિયાં આવી જાય તેવું ઈચ્છે છે. આવી સ્થિતિમાં પાખી તેમને અલગ કરવા માટે શું પગલાં લેશે તેં જોવું રહ્યું….

Leave a reply:

Your email address will not be published.

Site Footer