શની દેવના ઘણા પ્રસિદ્ધ મંદિરો દેશના ખૂણા ખૂણામાં આવેલા છે, પરંતુ શું તમે જાણો છો એક એવું પણ મંદિર છે, જ્યાં તેઓ પત્ની સાથે વિરાજમાન છે. છત્તીસગઢના કવર્ધા માં શનિદેવનો એક એવું મંદિર છે જ્યાં તેઓ પોતાની પત્ની દેવી સ્વામીની સાથે પૂજાય છે.
પાંડવ કાળથી છે આ પ્રતિમા:
કવર્ધા
જીલ્લામાં મુખ્યાલયથી ભોરમ દેવ માર્ગ પર ૧૫ કિલોમીટર દુર છપરી, પછી ૫૦૦ મીટર આગળ ચાલવાથી
પ્રાચીન મડવા મહેલ છે. અહી જંગલોની વચ્ચેથી નીકળતો ૪ કિલો મિટરનો વાકો ચૂકો રસ્તો
અને સંકરી નદીના ઉતર ચડાવ વાળો રસ્તો પસાર કાર્ય પછી આવે છે ગ્રામ કરીઆમા. આ ગામની
પ્રસિદ્ધિ એ છે કે અહી દેશનું એક માત્ર શની દેવાલય છે. જ્યાં પત્ની સાથે તેમની
પૂજા થાય છે. અને શનીદેવની આ પ્રતિમા પાંડવ કાળ થી છે.
ધૂળ સાફ કરી તો સામે આવી અનોખી પ્રતિમા:
અહીના પુરોહિતના જણાવ્યા મુજબ તેઓ ખુબ જ લાંબા સમયથી ભગવાન શની દેવની પૂજા કરવા માટે કરિયાઆમાં જાય છે, સતત તેલ ચડાવ્યા કરવાથી પ્રતિમા પર ધૂળ અને માટીણી પરત જામી ગઈ હતી. એક દિવસ જયારે આ પ્રતિમા ને સાફ કરી તો ત્યાં શનિદેવની સાથે તેમની પત્ની દેવી સ્વામીની ણી પ્રતિમા પણ જોવા મળી.
પતિ-પત્ની
સાથે કરી શકે છે પૂજા:
આ મંદિરને
દેશના એકમાત્ર સપત્નીક શની દેવાલયનો હોદ્દો મળ્યો છે, બીજી જગ્યાઓ પર શનિદેવની
એકલાની જ પ્રતિમા સ્થાપિત હોય છે. આ શની મંદિર એટલા માટે પણ પ્રસિદ્ધ છે કારણ કે
અહી પતિ પત્ની બંને એક સાથે શનિદેવની પૂજા અર્ચના કરી શકે છે. જયારે દેશના સૌથી
પ્રાચીન મંદિર શાની શીંગણપૂરમાં પણ પહેલા મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. હવે ત્યાં
મહિલાઓને પણ પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે.