અનુપમા શો માં જોવા મળ્યો નવો વળાંક : સામ-સામે આવ્યા શાહ અને કાપડિયા પરિવાર, જાણો શું થશે આગળ..

એક તરફ અનુપમા નાની અનુને કારણે કિંજલની સંભાળ રાખી શકતી નથી, ત્યારે બીજી બાજુ બરખા અને અધિક પાખી ને ઉશ્કેરવામાં વ્યસ્ત છે, જેના લીધે અનુપમાની મુશ્કેલીઓ વધતી જોવા મળશે.

આવનારા એપિસોડમાં અનુપમા અને પાખી થશે સામ-સામે.

આજના શો મા જોવા મળશે કે, કેવી રીતે વનરાજ અને બા હજુ પણ કિંજલ સાથે હોસ્પિટલ ન પહોંચવા બદલ અનુપમાને ખિજાઈ છે. બંનેનું કહેવું છે કે જો અનુપમા આ બધું નથી સંભળાવી શકતી તો ના પણ પાડી શકે છે, અમે કિંજલનું ધ્યાન રાખીશું. ત્યારે સમરે અનુપમાને એમ પણ કહ્યું હતું કે તેને ધ્યાનમાં રાખવું જોઈએ કે કિંજલ ભાભીને જ્યારે જરૂર હોય ત્યારે તે હાજર રહી શકે.

વનરાજે પુરા પરિવારને કહ્યું કે અનુપમા હવે પહેલા જેવી નથી રહી, તે એક પત્ની હોવા ની સાથે માતા પણ છે, તેની પાસે દાદી બનવાનો સમય નથી. તે કાવ્યાને કિંજલની સંભાળ લેવા અને તેની સાથે હોસ્પિટલ જવા કહે છે. બાને આ વાત નું ખરાબ લાગે છે. તે વનરાજને કહે છે કે હું પણ કિંજલનું ધ્યાન રાખી શકું છું, તેની સાથે બધે જઈ શકું છુ. આ બોલતા બા ખુબજ ભાવુક થઈ જાય છે.

બીજી તરફ, અનુપમા તેની માતાના ઘરે ગઈ છે અને તેની માતાને જણાવી રહી છે, કે કેવી રીતે તેની સામે પડકાર ઉભો થયો છે. તેની માતા તેને સમજાવે છે કે તેણે નાની અનુને ઘરે લાવીને કંઈ ખોટું નથી કર્યું. અનુજની ખુશીનું પણ ધ્યાન રાખવું એ અનુપમાની ફરજ છે.

પાખી ને ઉશ્કેરી રહ્યા છે બરખા અને અધિક. હાલ માં પાખી કાપડિયા હાઉસ માં છે, જ્યાં બરખા અને અધિક તેને ઉશ્કેરવા માં વ્યસ્ત છે. તે તેને વારંવાર સારુ અને હાઈફાઈ જીવન જીવવા માટે કહી રહ્યો છે. પાખી પણ આમાં ફસાઈ ગઈ છે તેમ લાગી રહ્યું છે. બારક એ પાખીને મોંઘી ભેટ આપી છે. બરખા તેને કહે છે કે તુ અમારા ઘરે વારંવાર આવજે. એમ પણ ભડકાવે છે કે તેને મિડલ ક્લાસ જીવન ન જીવવું જોઈયે. તેની માતા અનુજ કાપડિયાની પત્ની છે અને તે પાખીને ખૂબ પ્રેમ કરે છે, તેથી તેણે સારી જીવન શૈલી જીવવી જોઈએ.

પાખી ના કારણે ફરીથી શાહ અને કાપડિયા પરિવારમાં હોબાળો થશે. એટલામાં અનુપમા ત્યાં આવે છે અને બધા ચોંકી જાય છે. હવે આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુપમા કેવી રીતે પાખીને સમજાવશે કે કોઈની પાસેથી મોંઘી ભેટ ન લેવી જોઈએ. પણ પાખી તેને જવાબ આપે છે. અને પાખી અધિક ના ઘરમાં રહેવાની વાત પણ કરે છે. અને વનરાજ જયારે પાખીની કોલેજમાં પહોંચે છે ત્યારે તેને તેને ખબર પડી કે તે પાખી તો ઘણીવાર પહેલા નીકળી ગઈ છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે પાખીને લઈને બંને પરિવારમાં ફરી હંગામો થઈ શકે છે અને અનુપમા ફરીથી મુશ્કેલીમાં ફસાઈ જાશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer