અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોઇ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.
ભારતભરમાં
યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા
તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું
આગવું મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલિશ સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી
વિશિષ્ટ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે.
ભાગવત
પુરાણ મુજબ, પ્રજાપતિ
દક્ષ રાજાએ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ
આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું.
પિતાને ત્યાં
યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતિ પાર્વતી પિતાને ઘરે
પહોંચી ગયા. એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતાં પાર્વતીએ યજ્ઞકુંડમાં
પડી જીવ દઈ દીધો.
એ પછી
ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરુ કર્યું. શિવના ક્રોધથી
સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ ગઈ ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબુદ કરવા ભગવાન
વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટૂકડા કરવા માંડ્યા.
એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટૂકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર, સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
મુખ્ય આકર્ષણો
51 શક્તિપીઠો પૈકી 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. ભાદરવી પૂનમે ચાર દિવસના વર્ષના સૌથી મોટા મેળાનું આયોજન.
કાર્તિક સુદ એકમ નવા વર્ષ નિમિત્તે ‘અન્નકૂટ’નું આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરાય છે. અશ્વિની નવરાત્રી, પોષ સુદ પૂનમ: માઅંબાજીનો જન્મોત્સવ ચાચરચોકમાં નવ દિવસીય ગરબા તેમજ ટ્રસ્ટ દ્વારા આઠમે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ વદ-૧૩થી અમાસ: યજ્ઞ, હવન અને અન્નકૂટનું આયોજન, આદિવાસી મેળાનું આયોજન.
નજીકનાં મંદિરો
1).હાટકેશ્વર
મંદિર, વડનગર 95 કિમી
2).માતૃગયા
તીર્થસ્થાન, સિદ્ધપુર 86 કિમી
3). ઉમિયાધામ
ઊંઝા- 99 કિમી.
4). સપ્તેશ્વર
મહાદેવ મંદિર 100 કિમી