ભીમને આવી રીતે મળ્યું હતું હજારો હાથીઓનું બળ, આ કારણે કહેવાયા સૌથી શક્તિશાળી ભીમ 

ભીમ ખુબજ શક્તિશાળી વીર યોદ્ધા હતા, માનવામાં આવે છે કે તેનામાં હજારો હાથીઓ નું બળ હતું. તેઓ યુધ્ધમાં હાથીઓ ને હાથ થી જ ઉઠાવી લેતા અને અંતરીક્ષ સુધી ફેકી દેતા.

મોટો મોટી નદીઓ નો પ્રવાહ પણ મોટા મોટા શીલાઓ થી રોકી શકતા હતા. મોટા મોટા દાનવો ને પણ તેઓ પોતાની શક્તિ થી પરાસ્ત કરી દેતા હતા. હવે જાણો શા માટે હતી ભીમમાં અઆટલી શક્તિ :

બાળપણમાં કૌરવો અને પાંડવો બધાજ ભાઈ ઓ સાથે રમી રહ્યા હતા. ભીમ રમતમાં સૌથી આગળ હતો અને આસાનીથી કૌરવો ને હરાવી પણ દેતો. અને તેથી જ સૌથી મોટા કૌરવ પુત્ર દુર્યોધન ભીમ સાથે ઈર્ષા કરવા લાગ્યા હતા.

તેઓ ભીમ થી છુટકારો મેળવવા ઇચ્છતા હતા. અને એ જ ખોટી ભાવના થી ભીમને મારવા માટે એક ષડ્યંત્ર રચ્યું. તેઓ દરેક પાંડવ ને ગંગા કિનારે લઇ ગયા અને રમવા લાગ્યા,

દુર્યોધને થોડા સમય પછી ખાવા માટે ઘણા બધા વ્યંજન મંગાવ્યા અને મોકો મળતા જ ભીમના ભોજનમાં વિષ ભેળવી દીધું. ભીમ ભોજન કરીને અચેત થઇ ગયા અને દુર્યોધને તેને ગંગા નદીમાં ફેકી દીધો.

મૂર્છિત અવસ્થામાં ભીમ નાગલોક સુધી પહોચી ગયો. નાગ્લોકના સાપો એ ભીમને ખુબજ દશ્યો જેથી ભીમના શરીરનું વિષ ઓછું થવા લાગ્યું. હોંશ માં આવતાની સાથે જ તેણે નાગો ને મારવાનું ચાલુ કર્યું.

આ વાત નાગો ના રાજા વાસુકી ને ખબર પડી. તેઓ સ્વયં ભીમને મળવા એની પાસે આવ્યા અને તેને આર્યકે ઓળખી લીધા. આર્યક નાગ ભીમના નાના ના નાના હતા. આર્યક નાગે તેને એક કુંડ માંથી રસ આપ્યો જેમાં હઝારો હાથીઓ નું બળ હતું.

આ રસ એટલો શક્તિ શાળી હતો કે ભીમને આઠ દિવસ સુધી નીંદર આવતી રહી. નવમાં દિવસે જયારે તેને હોંશ આવ્યું હતું ત્યારે તેણે દરેક નાગો ની વિદાઈ લીધી અને નદીની બહાર આવી ગયા. અને હવે તેઓ એટલા શક્તિશાળી બની ચુક્યા હતા કે મહાબલી ભીમના રૂપમાં પ્રસિદ્ધ થયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer