મહાભારતની કહાની તો આપણે બધાએ સાંભળી જ હશે જેમાં કૌરવ અને પાંડવ સિવાય શકુની પણ તેની કુટિલ બુદ્ધી માટે પ્રખ્યાત હતો. શકુનિને છલ, કપટ માટે યાદ કરવામાં આવે છે. દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યે નફરત લાવવાનું કામ શકુનીએ જ કર્યું હતું. જે કારણથી મહાભારતનું યુદ્ધ થયું. શકુનીએ પાંડવોના વિનાશ માટે ઘણી ચાલ કરી. જેના લીધે પાંડવોના જીવનમાં ઉથલ પાથલ મચી ગઈ. આજ અમે આ લેખમાં શકુનીની ચાલેલી ચાલ વિશે બતાવામાં જઈ રહ્યા છીએ.
જયારે ધ્રુતરાસ્ત્ર એ યુધિષ્ઠિરને હસ્તિનાપુરના યુવરાજ ઘોષિત કર્યા ત્યારે દુર્યોધન અને શકુની ને આ સ્વીકાર ન હતું ત્યારે શકુનીએ પાંચ પાંડવોને મારવા માટે લાક્ષાગૃહ ની યોજના બનાવી.
ગાંધારીનો ભાઈ શકુની હંમેશાથી પાંડવોને મારવા માટે નવી નવી યોજનાઓ બનાવતો હતો. શકુની ઈચ્છતો હતો કે પાંડવોને હસ્તિનાપુર ના મળે અને દુર્યોધન હસ્તિનાપુરનો યુવરાજ બને. જેના માટે શકુનીએ તેની ચાલ ચાલી. પાંડવોને રાજ્યથી દુર જંગલમાં સમય વિતાવવો પડે.
જયારે યુધીષ્ઠીરને ઇન્દ્રપ્રથાન નું રાજ્ય મળ્યું ત્યારે તેણે તેના રાજ્ય ના વિસ્તાર માટે રાજ્સુર્ય યજ્ઞ કર્યો. તેની સાથે જ પાંડવો ની શક્તિ વધતી ગઈ. એવામાં શકુનીએ દુર્યોધન સાથે મળીને ચોસર અથવા જુગાર રમવાની યોજના બનાવી. જેમાં પાસા ફક્ત શકુનીના ઈશારા પર જ ચાલતા. આ રમતમાં યુધીષ્ઠીર તેની બધી સંપતિ, સામ્રાજ્ય અને તેની પત્ની દ્રોપદી ને પણ જુગારમાં હારી ગયા. આ રમતમાં પાંડવો અને દ્રોપદીનું અપમાન જ કુરુક્ષેત્રમાં યુદ્ધનું સૌથી મોટું કારણ બને છે.