મહાભારતમાં શકુની મામા આ કારણે પાંડવોને કરતો હતો ખુબ નફરત, જાણો શા માટે શકુનીની અંદર હતી આટલી બધી ધૃણા 

મહાભારતના મુખ્ય પાત્ર માંથી એક હતો શકુની, જે દુર્યોધનના મામા હતા. સ્વભાવથી એ ખુબજ ચાલક હતો અને કૂટનીતિ માં ખુબજ માહિર હતો. શકુની કૌરવોના હિતમાં શકુની કૌરવોના હિત માટે કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો.

ચાલો જાણીએ કે શકુનીની અંદર આટલી બધી ઘૃણ ભાવના શા માટે હતી. એક પૌરાણિક કથા અનુસાર વાત એ સમયની છે જયારે હસ્તિનાપુર ના રાજવંશીઓ એ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે ગાંધાર પર આક્રમણ કર્યું હતું.

આ આક્રમણ માં ભીષ્મ પિતામહ, પાંડુ, અને શાન્તનું પણ સામેલ હતા. આ લોકોએ ગાંધાર પર કબજો કરીને ત્યાના નરેશ અચલા સુવાલા ની હત્યા કરી હતી. તેની ક્રુરતા ત્યાજ ના અટકતા તેને શકુની સહીત રાજપરિવાર ના સદસ્યો ના ૧૦૦ સદસ્યોને બંદી બનાવી લીધા હતા.

હસ્તિનાપુરની સેના એ તેના બંદીઓ પર ખુબજ અત્યાચાર કર્યો. એટલું જ નહિ ૧૦૦ લોકોને ખાવા માટે ફક્ત એક મુઠ્ઠી ચોખા જ આપવામાં આવતા હતા.દરેક ભાઈ ઓ માં શકુની જ સૌથી ચતુર હતો.

તેથી દરેકે મળીને નિર્ણય લીધો કે દરેક પોતાના ભાગનો હિસ્સો શકુની ને આપશે. જેથી શકુની જીવિત રહીને હસ્તિનાપુરનો વિનાશ કરે. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે શકુની દુર્યોધનને પ્રેમ નહોતો કરતો ફક્ત પોતાનો બદલો લેવા માટે ફક્ત તેનો પ્રયોગ કરી રહ્યો હતો.

તે ફક્ત અને ફક્ત કોઈ પણ કાળે માત્ર હસ્તીનાપુર નો વિનાશ ઈચ્છતો હતો, તેનુ એક માત્ર લક્ષ હતું કઈ પન થઇ જાય હસ્તીના પૂરનો કોઈ પણ રીતે વિનાશ કરવો. એ એજ નિયત થી એ દુર્યોધનને ભડકાવતો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer