પાંડવોનો અજ્ઞાતવાસ સમાપ્ત થવામાં થોડો સમય બાકી હતો, પાચે પાંડવ અને દ્રોપદી જંગલમાં છુપવાના સ્થાન શોધી રહ્યા હતા. ત્યાં શનિદેવની આકાશ મંડળથી પાંડવો પર નજર પડી શનિદેવના મનમાં વિચાર આવ્યો કે આ બધામાં સૌથી બુદ્ધિમાન કોણ છે ચાલને પરીક્ષા લવ. દેવએ એક માયાનો મહેલ બનાવ્યો અને આ મહેલમાં ચાર ખૂણા હતા પૂર્વ,પશ્ચિમ,ઉત્તર, અને દક્ષિણ અચાનક ભીમની નજર મહેલ પર પડી અને તે આકર્ષિત થઈ ગયા. ભીમે, યુધિષ્ઠિરને કહ્યું – મારે મહેલ જોવો છે યુધીસ્થીરે તેને આજ્ઞા આપી.
ભીમ મહેલના દ્વાર પર પહોંચ્યા ત્યાં શનિદેવ દ્વારપાળના રૂપમાં ઉભા હતા. ભીમને કીધું, મારે મહેલ જોવો છે. શનિદેવએ કીધું- આ મહેલની કેટલીક શરત છે
પહેલી શરત – મહેલના ચારે ખૂણાથી તમે માત્ર એક જ ખૂણા જોઈ શકો છો
બીજી શરત- મહેલમાં જે પણ જોશો તેનું સાર સાથે વર્ણન કરવું પડશે.
ત્રીજી શરત- જો વર્ણન નહી કરી શક્યા તો કેદ કરી લેવાશે.
ભીમએ કીધું- હું સ્વીકાર કરું છું અને એ મહલના પૂર્વ ખૂણા તરફ ગયા. ત્યાં જઈને તેને અદભુત પશુ-પંખી અને ફૂલ અને ફળથી લદેલા ઝાડ જોયા. આગળ જઈને જુએ છે કે ત્રણ કૂવા છે. આમ તેમ બે બાજુઓ નાના અને વચ્ચે એક મોટો કૂવો.
વચ્ચે વાળા કૂવામાં પાણીનો ઊભરો આવે છે અને બન્ને નાના ખાલી કૂવા ભરી નાખે છે. પછી થોડી વાર પછી બન્ને નાના કૂવામાં ઊભરો આવે છે પણ એ મોટા કૂવાનું પાણી અડધું જ રહે છે, આ ક્રિયાને ભીમ ઘણી વાર જોયું પણ સમજી ન શક્યું અને પછી પરત દ્વારપાળ પાસે આવે છે.
દ્વારપાળ- શું જોયું તમે ? ભીમ – મહાનુભાવ મે એવા ઝાડ- પશુ-પંખી જોયા જે પહેલા ક્યારે નથી જોયા. એક વાત મારી સમજમાં ન આવી કે નાના કૂવા પાણીથી ભરાઈ જાય છે પણ મોટા શા માટે નહી આ નથી સમજાયું દ્વારપાળ બોલ્યા તમે શર્ત મુજબ બંદક થઈ ગયા છો અને ભીમને બંદક ઘરમાં બેસાડી દીધું.
ત્યાર બાદ અર્જુને કહ્યું મારે મહેલ જોવો છે. દ્વારપાળએ શરત જણાવી અને અર્જુન પશ્ચિમ ખૂણા તરફ ગયા. તેને જોયું એક ખેતરમાં બે ઉપજ ઉગી રહી છે એક તરફ બાજરાનો પાક અને બીજી તરફ મકઈનો પાક છે. બાજરાના છોડ માંથી મકઈ નિકળી રહી છે અને મકાઈના છોડ માંથી બાજરી નિકળી રહી છે. વિચિત્ર લાગ્યું કઈ સમજાયું નહી પરત દ્વાર પર આવી ગયા. દ્વારપાળએ પૂછ્યું શું જોયું? અર્જુન બોલ્યા બધુ જોયું પણ બાજરા અને મકાઈની વાત ન સમજાઈ શનિદેવે કીશું શરત મુજબ તમે બંદી છો.
ત્યાર બાદ નકુલ આવી ને કહ્યું મારે મહેલ જોવો છે. પછી એ ઉત્તર દિશાની તરફ ગયો ત્યાં તેને જોયું કે બહુ બધી સફેદ ગાયો જ્યારે તેમને ભૂખ લાગે છે તો તેમની નાની વાછડીનું દૂધ પીવે છે તેને કઈ સમજાયું નહી એ દ્વાર પર આવ્યા. શું જોયું નકુલ બોલ્યો મહાનુભાવ ગાય તેની વાછડીનું દૂધ પીવે છે આ સમજાયું નહી ત્યારે તેને પણ બંદી બનાવી લીધા.
ત્યાર બાદ સહદેવ દક્ષિણ દિશાની તરફ અંતિમ ખૂણા જોવા માટે ગયા. તે જુએ છે કે ત્યાં એક સોનાની મોટી છીપર એક ચાંદીના સિકકા પર ટકેલી ડગમગ ડોલી રહ્યું છે પણ પડતું નથી તેમજ રહે છે. સમજાયું નહી પરત દ્વાર પર આવ્યા. અને બોલ્યા સોનાની શિપરની વાત સમજાઈ નહી. એ પણ બંદી બની ગયા.
ચારે ભાઈ બહુ મોડે સુધી ન આવ્યા ત્યારે યુદ્ધિષ્ઠિરને ચિંતા થઈ એ પણ દ્રોપદી સાથે મહેલમાં ગયા. ભાઈઓ માટે પૂછ્યું ત્યારે દ્વારપાળએ જણાવ્યા કે એ શરત મુજબ બંદી છે. યુદ્ધિષ્ઠિર બોલ્યા ભીન તમે શું જોયું ? ભીમએ કૂવા વિશે જણાવ્યું ત્યારે યુદ્ધિષ્ઠિર કીધું- આ કળયુગમાં થશે એક પિતા બે દીકરાનો પેટ તો ભરી નાખશે પણ બે દીકરા મળીને એક પિતાના પેટ નહી ભરી શકશે.
અર્જુનને પૂછ્યું તમે શું જોયું ? તેને ઉપજ વિશે જણાવ્યું યુદ્ધિષ્ઠિર કીધું- આ પણ કળયુગમાં થવા વાળું છે વંશ પરિવર્તન એટલેકે બ્રાહ્મણના ઘર વાણિયાની છોકરી અને વાણિયાના ઘરે શુદ્રની છોકરીના લગ્ન થશે. અર્જુન પણ મુક્ત થઈ ગયા.
નકુલને પૂછ્યું તમે શું જોયું ત્યારે તેને ગાયનો વૃતાંત જણાવ્યું. ત્યારે યુદ્ધિષ્ઠિરએ કીધું- કળયુગમાં માતાઓ તેમની દીકરીઓના ઘરે પળશે દીકરીના દાણા ખાશે અને દીકરા સેવા નહી કરશે. નકુલ પણ મુક્ત થઈ ગયા.
સહદેવને પૂછ્યું તમે શું જોયું- તેને સોનાની શિપરની વાત કહી ત્યારે યુદ્ધિષ્ઠિર બોલ્યા- કળયુગ પાપ ધર્મને દબાવતું રહેશે પણ ધર્મ તો પણ જીવિત રહેશે નાશ નહિ પામે.ચારે ભાઈ છૂટી ગયા અને શનિદેવએ માન્યું કે યુદ્ધિષ્ઠિર સૌથી વધારે બુદ્ધિમાન છે અને કથા મુજબ કળયુગમાં બધુ આ થઈ રહ્યું છે.