2020 જેમ-જેમ નજીક આવી રહ્યું છે લોકોના મનમાં આ સવાલ આવવાનો શરૂ થઇ ગયો છે. આવનાર વર્ષે તેમના માટે કેવું રહેશે. જ્યોતિષશાસ્ત્રની ગણના જણાવી રહી છે કે આવનાર વર્ષ 2020માં ગ્રહોની સ્થિતિમાં અનેક મોટા બદલાવ થશે. તેમા વર્ષની શરૂઆતમાં જ શનિની સ્થિતિ બદલાશે. શનિ ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી અનેક રાશિને ફાયદો થશે તો અનેક રાશિની પરેશાની વધી જશે. તો આવો જોઇએ શનિના રાશિ પરિવર્તનથી કઇ-કઇ રાશિઓને ફાયદો થશે.
વૃષભ રાશિ : શનિનું મકર રાશિમાં પ્રવેશ કરવવાથી તમારા માટે રાહતના સમાચાર છે. તમે શનિની ઢેચ્યાના પ્રભાવથી મુક્ત થઇ જશો જીવનમાં ચાલી રહેલી કેટલીક મુશ્કેલીઓ ઓછી થશે અને જીવનની ગાડી શાંતિ પૂર્વક પાટા પર દોડવા લાગશે.
કન્યા રાશિ : કન્યા રાશિ ઢેય્યા(અઢી દિવસ)ના પ્રભાવથી ચાલી રહ્યા હતા. શનિના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકો પણ તેનાથી મુક્ત થઇ જશે તમારી મહેનતનું ફળ તમને ઝડપથી મળશે. આર્થિક લાભનો અવસર પ્રાપ્ત થઇ પરંતુ ઘરેલું જીવનમાં કેટલાક અડચણોનો સામનો કરવો પડી શકે છે.
ધન રાશિ : શનિ હાલ ધન રાશિમાં છે. અહીં શનિ મકર રાશિમાં જવાથી ધન રાશિના લોકોની બીજા તબક્કામાં સાડાસાતી સમાપ્ત થઇ જશે અને ઉતરતી સાડાસાતી ચાલુ થઇ જશે. ત્રીજા તબક્કાની સાડાસાતી તેને માનસિક અને શારીરિક સમસ્યા આપશે.
વૃશ્વિક રાશિ : શનિના ધન રાશિમાંથી મકર રાશિમાં જવાથી વૃશ્વિક રાશિએ શનિમાંથી મુક્તિ મળી જશે. ગત અઢી વર્ષમાં તમે જે મહેનત કરી છે તેનું શુભ ફળ તમને મળવાનું શરૂ થઇ જશે. તમારા માટે આ વર્ષ સુખદ અને ઉન્નતિદાયક રહેશે. માનસિક તણાવ અને સમસ્યાઓ ઓછી થશે.
શનિના મકર રાશિમાં આવવાથી કુંભ રાશિના લોકની સાડાસાતી શરૂ થઇ જશે. મિથુન અને તુલા રાશિના લોકો પર અઢીની અસર થશે. એવામાં આ ત્રણ રાશિના લોકો માટે 2020 વધારે સંઘર્ષથી ભરેલો હોય શકે છે.