આજે અમે તમને ગુજરાતના ઔતિહાસિક હનુમાન મંદિર વિશે જણાવવા માગીએ છીએ જે અનેક સદીઓથી પૂજાતું આવ્યું છે. શનિની પનોતીથી મુક્તિ મેળવવી હોય તો જાંબુઘોડાના હનુમાનજીના આ મંદિરમાં દર્શન કરો, અમાસના દિવસે ન્યાયના દેવતા શનિદેવનો જન્મ થયો હતો.
શનિદેવ ન્યાયના દેવતા હોવાથી તેલોકોને તેમના સારા કે ખરાબ કામની સજા પનોતી રૂપે આપે છે. લોકો શનિના કહેરથી બચવા માટે વિવિધ ઉપાય કરતા હોય છે. ગુજરાતમાં એક પ્રાચીન મંદિર છે આજે અનેક લોકો પનોતીથી છુટકારો મેળવવા આ મંદિરમાં આવે છે.
ગુજરાતના જાંબુઘોડામાં આવેલા આ હનુમાન મંદિરે મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભીડ રહે છે. જો તમે પણ શનિ પનોતીથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તો શનિ જયંતી પહેલાં જ આ મંદિરની મુલાકાત લેવી જોઈએ.
આ મંદિરમાં મળેલી પૌરાણિક વસ્તુઓથી જાણી શકાય છે કે પાંડવો અહીં આવ્યા હતા અને રોકાયા પણ હતા. દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણને જમીન ઉપર મારતા જલધારા વહાવી હતી તેની નિશાનીઓ હજી પણ આ મંદિરમાં છે તેમજ ભીમ જે ઘંટીથી દળતો હતો તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર જાંબુઘોડાના રમણિય જંગલોની પાસે આવેલ હોવાથી ભક્તોને કુદરતી સૌંદર્યને માણવાની તક પણ મળે છે.
અહી આવેલી ઝંડ હનુમાન દાદાની મૂર્તિ ભગ્ન અવસ્થામાં આવેલા ઘણા વર્ષ જુના શિવ મંદિર, રેતાળ પથ્થરોમાંથી કોતરે ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ, મહીસાસુર માતાજીની ભગ્ન અવસ્થાની મૂર્તિઓ, ઢાલ અને રોમન તલવાર સાથેના સૈનિક યોધ્ધાઓના પાળીયા વગેરે અનેક સ્થાપત્યો જોતા આ સ્થળ ભુતકાળમાં અત્યંત જાહોજલાલીથી ભરપુર અને સમૃધ્ધ હશે એવું માનવાના આવે છે.
અહી હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની હાજરી પણ દર્શાવે છે અને જેઓ શનિની પનોતીથી પિડાતા હોય છે તે લોકો આ સ્થળે શનિદેવના દર્શને હંમેશા આવતા હોય છે. ઝંડ મંદિર સંકુલમાં પ્રવેશતા જ જમણી બાજુના ખેતરમાં એક વિશાળ શિવ મંદિર છે અને આ શિવ મંદિરનું ચણતર પાતળી ઇંટો અને ચુનાથી કરાયેલુ છે.
આ શિવાલયમાં આવેલુ શિવલીંગ ખુબજ તેજસ્વી છે આ મંદિરને સ્થાનિક લોકો સમય આવે પુંજાપાઠ કરી સાચવે છે. આવુ જ એક બીજું નાનુ શિવાલય હનુમાનજીના સ્થળની નીચે આવેલુ છે. તેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે તેમજ ત્યાંથી આગળ જતા જમણા હાથ બાજુ બે ત્રણ શિવ મંદિરો સંપૂર્ણ ભગ્ન અવસ્થામાં આવેલા દેખાય છે.
લોકોના જણાવ્યા મુજબ અહી પાસે આવેલા ડુંગરમાં ઉપરના ભાગે એક વિશાળ ભોંયરૂ છે જેનું પ્રવેશદ્વાર બહારથી તોડી ફોડીને પુરી દેવામાં આવેલુ છે, જેથી અંદર ભોંયરામાં જવાનો માર્ગ બંધ થઇ ગયો છે. તેમજ ત્યાં આરસ પહાણના પથ્થર ઉપર કોતરેલ પગલા છે આ સ્થળે જવા ફકત ચાલવાનો રસ્તો જ છે.