જાણો શું છે શંખનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ

શંખનું આપણા ધર્મમાં મોટું મહત્વ હોય છે. શંખ મુખ્ય રૂપથી એક સમુદ્રી જીવનું માળખું છે. પોરાણિક રૂપથી શંખની ઉત્પત્તિ સમુદ્રથી માનવામાં આવે છે અને ક્યાંક ક્યાંક આને લક્ષ્મીજીના ભાઈ પણ માનવામાં આવે છે. કહેવાય છે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મી જરૂર હોય છે. મંગળ કર્યોના અવસર પર અને ધાર્મિક ઉત્સવોમાં પણ આને વગાડવું શુભ માનવામાં આવે છે.

ઘરમાં પૂજા-વેદના પર શંખ ની સ્થાપના કરવામાં આવે છે.હંમેશા ધ્યાન રાખો કે શંખ ને દિવાળી,હોળી,મહાશિવરાત્રી,નવરાત્રી,રવિ-પુષ્ય,ગુરુ-પુષ્ય નક્ષત્ર વગેરે શુભ મુહુર્ત માં સ્થાપિત કરવું જોઈએ.

વૈજ્ઞાનિક રૂપથી શંખનું શું મહત્વ છે ?

-વિજ્ઞાન ની અનુસાર શંખ નો અવાજ મહત્વપૂર્ણ હોય છે.

-વૈજ્ઞાનિક ને અનુસાર શંખ-ધ્વની થી વાતાવરણ નો પરિષ્કાર થાય છે.

-આના આવાજ ના પ્રસાર-ક્ષેત્ર સુધી બધા કીટાણુઓ નો નાશ થઇ જાય છે.

-શંખમાં થોડું ચુનાનું પાણી ભરીને પીવાથી કેલ્શિયમની સ્થિતિ સારી થઇ જાય છે.

-શંખ વગાડવાથી હ્રદય ના રોગ અને ફેફસા ની બીમારીઓ થવાની સંભાવના ઓછી થઇ જાય છે.

-આનાથી વાણી દોષ પણ સમાપ્ત થાય છે.

-શંખ કેટલા પ્રકાર ના હોય છે અને એની અલગ અલગ મહિમા શું છે.

-શંખ ઘણા પ્રકાર ના હોય છે અને બધા પ્રકાર ની વિશેષતા તેમજ પૂજન-પદ્ધતિ અલગ અલગ છે.

-શંખ ની આકૃતિ ના આધાર પર સામાન્ય રીતે એના ત્રણ પ્રકાર માનવામાં આવે છે.

-આ ત્રણ પ્રકાર ના હોય છે- દક્ષિણાવૃત્તિ  શંખ, મધ્યાવૃત્તિ શંખ, અને વામાવૃત્તિ શંખ

-ભગવાન વિષ્ણુ નો શંખ દક્ષિણાવૃત્તિ છે અને લક્ષ્મીજી નો વામાવૃત્તી

-વામાવૃત્તિ શંખ જો ઘર માં સ્થાપિત હોય તો ધન નો બિલકુલ અભાવ રહેતો નથી.

-આ ઉપરાંત મહાલક્ષ્મી શંખ,મોટી શંખ અને ગણેશ શંખ પણ મળી આવે છે.

સામાન્ય રૂપ થી કઈ રીતે કરો શંખ નો પ્રયોગ ?

-સફેદ રંગ નો શંખ લઇ આવો

-એને ગંગાજળ અને દૂધ થી ધોઈને શુદ્ધ કરી લો

-એના પછી ગુલાબી કપડા માં લપેટી પૂજા ના સ્થાન પર રાખી દો.

-સવારે અને સાંજે પૂજા કર્યા પછી ત્રણ ત્રણ વાર તેને વગાડો. 

-વગાડ્યા પછી એને ધોઈને ફરીથી ત્યાં રાખો

શંખ ના પ્રયોગ માં કઈ સાવધાનીઓ રાખો?

-શંખ ને કોઈ કપડા માં અથવા કોઈ આસન પર જ રાખો

-સવારે અને સાંજ ના સમયે જ શંખ વગાડો, બધા સમયે શંખ ન વગાડો

-શંખ ને વગાડ્યા પછી સાફ કરીને જ રાખો.આપણો શંખ બીજા કોઈને ન આપો અને બીજા કોઈ નો શંખ નો ઉપયોગ ના કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer