સુખ સમૃદ્ધિ અને આરોગ્ય વધારવા માટે શરદ પૂર્ણિમા પર ધ્યાનમાં રાખવી આટલી બાબતો

શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રમાની કિરણ અમૃત વર્ષા કરે છે. આ અમૃત વર્ષા શરીર માટે બહુ ગુણકારી હોય છે. દશેરા પછીથી જ ચંદ્રમાની કિરણો ઔષધિયુક્ત થઈ જાય છે.
1. તમારી આંખની રોશની ઓછી થઈ રહી છે તો નેત્રજ્યોતિ વધારવા માટે દશેરાથી શરદ પૂર્ણિમા સુધી દરરોજ રાત્રે 15 થી 20 મિનિટ સુધી ચંદ્રમાને એકટક જોવું.

2. તમારી ઈંદ્રિઓ આળસુ થઈ ગઈ છે તો તેને પુષ્ટ કરવા ચંદ્રમાની ચાંદનીમાં મૂકેલી ખીર ખાવી જોઈએ. તેનાથી ઈન્દ્રિઓ ફરીથી ઉર્જાવાન થઈ જાય છે.

3. શરદપૂનમના દિવસે ચંદ્ર દેવ અને માતા લક્ષ્‍મીને ભોગ લગાવ્યા વેદરાજ અશ્વિની કુમાતોથી પ્રાર્થના કરવી જોઈ કે અમારી ઈન્દ્રિઓનું તેજ વધારો.

4. અસ્થમાના દર્દીઓ માટે શરદ-પૂર્ણિમા વરદાનની રાત હોય છે. આ દિવસે રાત્રે સૂવો નહી જોઈએ. ચાંદનીમાં મૂકેલી ખીરનું સેવન કરવાથી દમાનો દમ નિકળી જશે.

5. પૂર્ણિમા અને અમાવસ્યા પર ચંદ્રમાના ખાસ પ્રભાવથી સમુદ્રમાં જ્વારભાટા આવે છે.
6. શરદ પૂર્ણિમાના દિવસે જો તમે કામ-વિલાપમાં રહેશો તો વિકલાંગ સંતાન કે જીવલેણ રોગ હોય છે. તેથી તેનાથી દૂર રહેવું જોઈએ

7. શરદ પૂર્ણિમા પર પૂજા, મંત્ર, ભક્તિ, ઉપવાસ, વ્રત કરવાથી શરીર દુરૂસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિ અલોકિક રહે છે.

8. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની રોશનીમાં સૂઈમાં દોરા નાખવાથી આંખોની જ્યોતિ વધે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer