જાણો વર્ષની બાર પૂનમોમાં શરદ પૂનમ ને શ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ? શરદ પૂનમે દુધ પૌંઆ કેમ ખાવામાં આવે છે ?

શરદ પૂનમનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક છે. શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા છે. આ રાત્રિને રાસપૂનમ કહેવામાં આવે છે. કૃષ્ણે વાંસળીના સૂર છેડયા બધી વ્રજની ગોપીઓ ઘરનાં અધૂરાં કામ છોડી દોડતી આવી પ્રભુ મિલનની એટલી તીવ્ર ઉત્કંઠા હતી કે ગોપીઓ દેહભાન ભૂલી કોઈએ આંખમાં મેશ આંજવાને બદલે કંકુ આંજી દીધું. ગોપીઓની પરિક્ષા લેવા કૃષ્ણે કહ્યું- આટલી રાત્રે કેમ આવ્યા છો ? તમે પરત જાઓ ગોપીઓએ કહ્યું તમારા ચરણની રજ એજ અમારૂ સર્વશ્વ છે.

આ પ્રસંગનું શ્રીમદ્ ભાગવતનું શ્રેષ્ઠ ‘ગોપગીત’ પ્રખ્યાત છે. આ સંસારનું શ્રેષ્ઠ વિરહ ગીત છે. શુકદેવજી પરિક્ષીતીને કહે છે કે એ પરિક્ષીત ગોપીગીત શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ લીલામાં રાસ લીલાનું આગવું મહત્વ છે. રાસ શબ્દનો મૂળ અર્થ રાસ એટલે રસ છે. કૃષ્ણ ભગવાન રસ રૂપ છે. સ્વયં ભગવાન રસૌ વૈ સ: ।। છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ‘રાસ પંચાધ્યાયી’ પ્રકરણ છે.

બધી પૂનમોમાં શરદ પૂનમ શ્રેષ્ઠ મનાય છે. ભગવાન કૃષ્ણે યુધિષ્ઠીરને કહ્યું પૂર્ણિમા વ્રત શ્રેષ્ઠ છે. પૂનમને દિવસે કરેલી પગ યાત્રા ઉપવાસ દેવ-દર્શન નૈવેદ્ય સુખ શાંતિ બક્ષે છે. ભક્તિમાં શ્રદ્ધાનો વધારો કરાવે છે. નવરાત્રિ પછી બધા ખેલૈયાઓ શરદ પૂનમની રાહ જુએ છે. બધા દૂધ પૌઆ પ્રભુને ધરાવે છે. પૂનમની ચાંદનીમાં રાખેલ દુધ-પૌંઆ ખાવાથી શરીરમાં રહેલી પિત્ત પ્રકૃત્તિ દૂર થાય છે.

દુધ પૌંઆ આરોગ્ય વર્ધક છે. એક એવી માન્યતા છે કે શરદપૂનમે જે સોયમાં દોરો પરોવે તો તેની આંખો સંપુર્ણ રીતે સારી છે એમ મનાય છે. ચાંદની આરોગ્ય વર્ધક છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી આયુષ્યમાં વૃધ્ધિ થાય છે. શરદ પૂનમ એ નવરાત્રિનું મહાપર્વ મનાય છે. શ્રી કૃષ્ણ રાસેશ્વર ગણાયા છે. શરદ પૂનમની રાત્રે સમુદ્રની છીપલીમાં રહેલ જલ ચંદ્ર કિરણોના સ્પર્શથી માણેક મોતી બની જાય છે તેથી માણેકઠારી પૂનમ કહેવાય છે. આને કૌજાગરી પણ કહે છે. માતાજીનું પ્રાક્ટય પૂનમે થયું એટલે દરેક પૂનમે માઈ ભક્તો અંબાજી બહુચરાજી દર્શન કરવા જાય છે. આ પૂનમની ચાંદની આરોગ્ય વર્ધક છે. શીતળ છે. માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દુધ પૌંઆ દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે. શરદ કાલીન રોગોને તે દુર કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer