હિન્દુ ધર્મશાસ્ત્રમાં પિતૃઓને શ્રધ્ધા રૂપી જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાધ્ધ કહેવાય છે

હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ ભાદરવા માસની પુનમથી એટલે કે 13 સપ્ટેમ્બરને શુક્રવારથી શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. શ્રાધ્ધ પક્ષ દરમિયાન મૃત સ્વજનોને તિથી મુજબ કાગવાસ નાખી પિતૃદેવોની મુક્તિ અને શાંતિ માટે સ્વજનો પ્રાર્થના કરવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં પિતૃઓને શ્રધ્ધા રૂપી જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાધ્ધ કહેવાય છે.

વિક્રમ સંવતના ભાદરવા માસની પૂનમથી શ્રાધ્ધ પર્વનો પ્રારંભ થાય છે. જે સર્વપિત્રી અમાસ સાથે પૂર્ણ થાય છે આ સમયે વિશેષ પૂણ્ય થતું હોવાથી લોકભાષામાં શ્રાધ્ધ પક્ષને 16 સળાદિયાં પણ કહેવામાં આવે છે. શ્રાધ્ધ પક્ષ દરમિયાન મૃત સ્વજનોની તિથિ મુજબ કાગવાસ નાંખી પિતૃદેવોની મુક્તિ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં દરેક કર્મ-ક્રિયાનું અલગ માહત્મય રહેલું છે. મૃત્યુ બાદ પણ જીવન સમાપ્ત નથી થતું તેવું હિન્દુ ધર્મશાસ્ત્રમાં વર્ણાવાયું છે. આથી જ આપણા પૂર્વજો-સદગત સ્વજનોને શ્રધ્ધાથી યાદ કરવા માટે ભાદરવા માસના બીજા પખવાડિયા (કૃષ્ણ પક્ષ)માં શ્રાધ્ધપર્વ મનાવવામાં આવે છે.

શ્રાદ્ધ દરમિયાન લોકો પોતાના સ્વજનોને કાગવાસ આપશે. આ ઉપરાંત શ્રાધ્ધ પક્ષમાં દાન-પૂણ્યનો પણ મહિમા રહેલો હોવાથી ગાયને ચારો, શ્વાનને દૂધ, ખીર-રોટલી, ભાખરી સહિતની મિષ્ઠાન અને પિંડદાન આપવામાં આવશે. આ ઉપરાંત બ્રાહ્મણોને અલગ-અલગ વસ્તુઓનું દાન આપવામાં આવશે.

શ્રાધ્ધ દરમિયાન પિતૃમોક્ષાર્થે સર્વ પિતૃ સરવણુંની વિધિઓ પણ કરવામાં આવશે. જ્યારે શ્રાધ્ધપર્વમાં પિતૃકાર્યો-ધર્મકાર્યો સિવાય અન્ય શુભકાર્યો વર્જીત હોય, વેવિશાળ, વાસ્તુ, લગ્ન, જનોઈ જેવા શુભકાર્યો પર વિરામ લાગી જશે. લગ્નને બાદ કરતા બાકીના તમામ શુભકાર્યો આસો નવરાત્રીના પ્રારંભ સાથે ફરી ધમધમતા થઈ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer