જાણો શિરડીમાં આવેલ સાઈબાબાની વિશાળ મૂર્તિનું રહસ્ય

શિરડી ની અંદર રહેતા સાંઈબાબાના ચમત્કારો વિશે દરેક લોકો જાણે છે. સાંઈબાબા એ પોતાના જીવન કાળ દરમિયાન અનેક પ્રકારના એવા ચમત્કારો કર્યા છે જેથી કરીને આજે લોકો તેની પૂજા કરીએ છીએ. આજે પણ સાંઈબાબા પોતાના અનેક પ્રકારના ચમત્કારો માટે જાણીતા છે.

આજે શિરડી ની અંદર સાંઈબાબા નું એક ભવ્ય મંદિર આવેલું છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે સાંઈ બાબાના ચરણોમાં પોતાનું શિશ નમાવવા હોય છે. સાંઈબાબાના આ મંદિરની અંદર સાંઈબાબા ની ભવ્ય પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા હશે કે જે સાંઇબાબાની આ પ્રતિમા વિશેની અમુક ખાસ વાતો જાણતા હશે. આજે અમે જણાવીશું સાંઈબાબાની આ ભવ્ય ચમત્કારી મૂર્તિ વિશે.

શિરડીની અંદર આવેલા સાંઇબાબા નુ આ મંદિર વર્ષ 1922માં નિર્માણ કરવામાં આવ્યું હતું સાંઈબાબાએ જે જગ્યાએ સમાધી લીધી હતી તે જગ્યાએ સાંઈબાબાના આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મંદિરની અંદર સતત ફેરફાર થતા રહ્યા અને આજે સાંઈબાબાનું આ મંદિર એક ભવ્ય મંદિરમાં સમાવેશ થઈ ગયો છે. સાંઈબાબાના મંદિરે દર્શન કરવા જવામાં આવે છે. ત્યારે ત્યાં ભક્તોને અવિરત પ્રસાદ આપવામાં આવે છે. સાથે સાથે સાંઈબાબાના અખંડ ધુણા માંથી નીકળતી ભભૂત પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.

સાંઈબાબાના મંદિરમાં રહેલી હાલની મૂર્તિ વર્ષ 1954 ની અંદર બનાવવામાં આવી હતી. સાંઈબાબાની આ મૂર્તિ બનાવવા માટે ઈટલીથી સ્પેશિયલ એક માર્બલ મંગાવવામાં આવ્યો હતો. જ્યારે ઈટલીથી આ માર્બલ આવ્યો ત્યારે આ માર્બલ કોણે મોકલાવ્યો છે તેના વિશે કોઈને જાણ ન હતી. આ માર્બલ માત્ર મુંબઈના બંદરે આવ્યો હતો અને આથી જ આ મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમાંથી સાંઈબાબાની ભવ્ય મૂર્તિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે કારીગરો આ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી ત્યારે કારીગરો મૂંઝવણમાં મુકાઈ ગયા કે હકીકતમાં સાંઇબાબાની કઈ રીતે મૂર્તિ બનાવવી. જ્યારે લોકોને કંઈ ન સમજાણું ત્યારે લોકોએ સાંઈબાબા નું ધ્યાન ધર્યું અને તેને પ્રાર્થના કરી જેથી કરીને એક કારીગરના સ્વપ્નની અંદર સાંઈબાબા પ્રગટ થયા અને સાંઈબાબા એ જણાવ્યું કે તે સાંઇબાબાની આસન ઉપર બેઠેલી મૂર્તિ બનાવે. અને આથી જ કારીગરે પોતાના સ્વપ્નની આ વાત અન્ય લોકોને જાણ કરી અને ત્યાર બાદ સાંઈબાબાની આસન ઉપર બેઠેલી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું.

આમ સાંઇબાબાની આ મૂર્તિ બનાવવા પાછળ અને તેના આ પ્રકારના હાવભાવ પાછળ સાંઈબાબા પોતાના જ હાથ રહેલો છે. કેમકે સાંઈબાબા પોતે જ પ્રસન્ન થઈ અને ભક્તોને આ પ્રકારની મૂર્તિ બનાવવા માટે જણાવ્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer