જયારે શિવ અને નારાયણના ભક્તો ઝગડ્યા, જાણો તેની કથા.

એક ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર હતું. અને તેની બીજી બાજુ શિવાલય હતું. આ મંદિરો ની બહાર એક વૃદ્ધા ફૂલ વેચતી હતી. એક દિવસ એ વૃદ્ધ મહિલા પાસે ફૂલ; ખૂટી ગયા. અને ત્યાં એક શિવ ભક્ત આવ્યો અને ફૂલ માંગવા લાગ્યો.

અને ત્યારે જ ત્યાં એક નારાયણ ભક્ત આવ્યો અને એણે પણ ફૂલની માંગણી કરી. એટલે વૃદ્ધ મહિલા બોલી ફૂલ પુરા થઇ ગયા છે અને બંને ને થઇ રે એટલા નથી તો હું હવે આટલા ફૂલ કોને આપું, તેથી શિવ ભક્ત બોલ્યો આ ફૂલ મને આપો કારણ કે ભગવાન મહાદેવને આ ફૂલની વધારે આવશ્યકતા છે. એ સાંભળી નારાયણ ભક્ત બોલ્યો. એવું નહિ બની શકે ફૂલ તો મને જ જોઈએ.

નારાયણ ભક્ત બોલ્યો મહાદેવને તો શું છે ફૂલ નહિ તો ભભૂતિ પણ ચાલશે. અને આવું સાંભળી શિવ ભક્ત ઉશ્કેરાયો અને બોલ્યો- જરાક મોં સંભાળીને વાત કરો. મહાદેવને ભભૂત લાગે છે? અરે મુર્ખ, શંકર તો જરાક અમસ્થા નામ જાપ થી પણ પ્રસન્ન થઇ જાય છે. પરંતુ તારા નારાયણ તો ઉમર વીતી જાય તો પણ ભક્તોની વાત નહિ સાંભળે. નારાયણ ભક્ત ચીસો પાડવા લાગ્યો.

શું વધારી વધારીને વાતો કરો છો? નંગ મલંગ, ગળામાં સાપ, આખા શરીર પર ભભૂત, આસપાસ ભૂતો, એ કોઈ ભગવાન કેવાય ? આ રીતે બંને પરસ્પર શિવ અને વૈષ્ણવ એકબીજા ની નિંદા કરવા લાગ્યા. ત્યારે ત્યાંથી એક ત્રીજો વ્યક્તિ એ મહિલા પાસે ફૂલ લેવા આવ્યો અને એ ફૂલ લઈને ચાલ્યો ગયો. એ દિવસે એ ગામમાં મહા મંડલેશ્વર ધર્માંચાર્યજી આવ્યા હતા, જે શિવાલય ના દર્શન કરી લક્ષ્મીનારાયણ મંદિર તરફ જઈ રહ્યા હતા. તેમણે બંને ને કહ્યું. હું શિવાલય થી આવી રહ્યો છું અને હવે નારાયણ મંદિર માં જઈ રહ્યો છું. તમે બંને પણ મારી સાથે આવો. જ્યાં સત્ય ધર્મ હોય છે ત્યાં ઝગડો નથી હોતો.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer