શ્રાવણ માસ દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરતી વખતે ધ્યાનમાં રાખો આટલી બાબતો

પૂજા પાઠમાં શિવ ચાલીસાનું ખુબજ મહત્વ છે, શિવ ચાલીસા ના સરળ શબ્દોથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. શિવ ચાલીસા ના પાઠથી કોઈ પણ અઘરું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાય છે. શિવ ચાલીસાની ૪૦ પંક્તિઓ સરળ શબ્દોમાં વિદ્યમાન છે, જેનો મહિમા ખુબજ છે.

ચાલો જાણીએ શિવ ચાલીસાનો પાઠ કેવી રીતે કરવો:-

-સવારે જાગીને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા.

-પોતાનું મોં પૂર્વ દિશામાં રહે એ રીતે આસન પર બેસવું.

-પૂજામાં ધૂપ દીપ સફેદ ચંદન માળા અને સફેદ ફૂલ પણ રાખવા અને સાકરનો પ્રસાદ રાખવો.

-પાઠ કરતા પહેલા ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને એક લોટમાં શુદ્ધ પાણી ભરીને રાખવું.

-ભગવાન શિવની શિવ ચાલીસાનો ત્રણ વાર પાઠ કરવો.

-પાઠ પૂરો થઇ જાય એટલે લોટનું પાણી આખા ઘરમાં છાટવું, અને થોડું પાણી પોતે પી લેવું અને સાકરનો પ્રસાદ ખાવો અને બાળકોને આપવો.

શિવ ચાલીસા થી આવી રીતે મેળવો મનપસંદ વરદાન:-

-બ્રહ્મ મુહુર્તમાં સ્વચ્છ આસન પર પૂર્વ દિશામાં મોં રાખી બેસવું.

-ગાયના ઘી નો દીવો પ્રગટાવી ૧૧વ વાર શિવ ચાલીસાનો પાઠ કરવો.

-જળ નું પાત્ર રાખવું અને મીશ્રીનો ભોગ લગાવવો.

-શિવલિંગ પર એક બીલી પત્ર ચડાવવું.

-મનપસંદ વરદાનની ઈચ્છા કરવી અને આ પાઠ ૪૦ દિવસ સુધી કરવો.

શિવ ચાલીસાથી થાય છે ઘણા ફાયદા:-

૧. જો મનથી દર લાગતો હોય તો આ પંક્તિ બોલવી, આ પંક્તિ ૨૭ વાર ભગવાન શિવની સામે બોલવી.

जय गणेश गिरीजा सुवनमंगल मूल सुजान|

कहते अयोध्या दास तुमदेउ अभय वरदान||

૨. દુઃખોથી મુક્તિ મેળવવા આ પંક્તિ બોલવી, આ પંક્તિ રાત્રે ૧૧ વાર બોલવી.

देवन जबहिं जाय पुकारातबहिं दुख प्रभु आप निवारा||

૩. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટે આ પંક્તિ સાંજે ૧૩ વાર ૨૭ દિવસ સુધી બોલવી.

पूजन रामचंद्र जब कीन्हाजीत के लंक विभीषण दीन्हा||

૪. મનવાંચીત વરદાન પ્રાપ્ત કરવા સવારે ૫૪ વાર બોલવી આવું ૨૧ દિવસ એકધારું કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.

कठिन भक्ति देखी प्रभु शंकरभाई प्रसन्न दिए इच्छित वर||

૫. ધન ધાન્યની વૃદ્ધિ માટે આ પંક્તિનો પાઠ કરવો, આ પંક્તિને સવારે ૧૧ વાર બોલવી.

धन निर्धन को देत सदा हीजो कोई जांचे सो फल पाही||

Leave a reply:

Your email address will not be published.

Site Footer