દેવોના દેવ મહાદેવને આ સૃષ્ટિ પર સૌથી શક્તીષાલી અને બળશાળી માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર શિવ વિનાશક છે, બ્રહ્મા રચયિતા છે, અને વિષ્ણુ સંરક્ષક છે. પરંતુ તેમ છતાં હિંદુ ધર્મમાં ભગવાન શિવને સૌથી મોટું સ્થાન આપવામાં આવ્યું છે. ભોળાનાથનું અસ્તિત્વ આ પૃથ્વી પર બ્રહ્મા અને વિષ્ણુના કારણેજ થયું છે. ચાલો જાણીએ શિવ જન્મની કથા…
એવું કહેવામાં આવે છે કે મહાદેવની કોઈ માં નહોતી, એટલે કે એમનો જન્મ માં ના પેટ થી નહિ પરતું તેઓ આ ધરતી પર અવતરિત થયા હતા. એક વાર વિષ્ણુ અને બ્રહ્મા બંને વચ્ચે તકરાર થઇ કે બંને માંથી શ્રેષ્ઠ કોણ આ તકરારની વચ્ચે અચાનક એક રહસ્યમય સ્તંભ પ્રગટ થયો. અને એ એટલો લાંબો હતો કે ના તેનો ઉપરથી કે ના તો નિચેથી તેનો કોઈ અંત જ ના હતો. એ જોઇને બ્રહ્મા અને વિષ્ણુ આશ્ચર્ય માં પડી ગયા. તેને લાગ્યું કે શું આ ધરતી પર કોઈ ત્રીજી મહાશક્તિ પણ છે જે તેનાથી વધુ તાકાતવર છે. ત્યારે બંનેએ નિર્ણય લીધોકે તે આ રહસ્યમય સ્તંભનું રાજ સમજીને જ રહેશે.
ત્યારે બ્રહ્માજીએ બતકનું અને વિષ્ણુએ સુંવર નું રૂપ ધારણ કરી લીધું. હવે બ્રહ્મા ગયા આકાશ બાજુ અને વિષ્ણુ ગયા પાતાળ તરફ. બંનેનું રહસ્ય એ જ હતું કે કોઈ પણ રીતે આ સ્તંભનું રહસ્ય જાણવું. ઘણા વર્ષો વીતી ગયા પરંતુ બંને માંથી કોઈ પણ આ સ્તંભનું રહસ્ય ના સમજી શક્યું.
જયારે બંને અસફળ થયા અને પોતાના સ્થાન પર પરત આવ્યા ત્યારે એમણે જોયું કે એ સ્તંભ માંથી ભગવાન શિવ પ્રગટ થયા. અને એ સ્તંભ પણ ભોલાનાથ નું જ એક સ્વરૂપ હતું. ભગવાન શિવનું આ વિકરાળ સ્વરૂપ જોઇને બ્રહ્મા અને વિષ્ણુ બંને સમજી ગયા કે શિવ ની શક્તિ એ બંને થી વધુ છે. અને એ જ આ સૃષ્ટિ ના સૌથી વધુ શક્તિશાળી પ્રાણી છે. અને કહેવાય છે કે એજ એ પલ હતી જયારે મહાદેવ પહેલીવાર આ ધરતી પર અવતરિત થયા હતા.