શિવ અને પાર્વતીના દૈત્ય પુત્ર અંધકનો વધ ખુદ શિવે કર્યો હતો, આ હતું કારણ..

આ કથા જણાવશે કે કેમ શિવજી અને પાર્વતી ના દૈત્ય પુત્ર અંધક એ જન્મ લીધો અને ક્યાં કારણે શિવજીએ એમના આ પુત્ર નું વધ કર્યું. આવો જાણીએ. એક વાર શિવજી પૂર્વ દિશા માં મોઢું રાખીને બેઠા હતા, ત્યારે પાછળથી પાર્વતીજી એ એમના હાથોથી શિવજી ની આંખ બંધ કરી દીધી અને આ રીતે પલ ભર માં સમસ્ત જગતમાં અંધકાર છવાઈ ગયો.

દુનિયાને રોશની આપવા માટે શિવજી એ એમની ત્રીજી આંખ ખોલી પર એનાથી એટલી રોશની થઇ કે જગત ને પ્રકાશમાન થઇ ગયું પર પાર્વતીજી પરસેવામાં પલળી ગયા હતા. આ પરસેવા ના ટીપાંથી એક બાળક નો જન્મ થયો જે દેખવામાં દૈત્ય ની સમાન ભયાનક મોઢા વાળો હતો.

માં પાર્વતી એ જીજ્ઞાસા થી શિવજી ને એની ઉત્પતિ વિશે પૂછ્યું. શિવજી એ આ એમનો પુત્ર બતાવ્યો અને અંધકાર ના કારણ થી આનો જન્મ થવાને કારણે એનું નામ અંધક રાખી દીધું હતું. અમુક વર્ષ પછી અસુરરાજ હિરણ્યાક્ષ એ શિવજી ની ઘોર તપસ્યા કરી અને વરદાન સ્વરૂપ એક બળશાળી પુત્ર ની માંગણી કરી.

ભગવાન શિવ એ અંધક ને એ પુત્ર રૂપ માં પ્રદાન કરી દીધો. બાળક અંધક હવે દૈત્યો ની વચ્ચે જ મોટો થયો હતો તેથી તે અસુરો ના રાજા બની ગયો હતો. અંધક આ ભૂલી ગયો હતો કે શિવ અને પાર્વતી જ એને સગા માતા પિતા છે.

અંધક ખુબ બળવાન હતો અને બળ અને શક્તિ માટે એણે બ્રહ્માજી ની તપસ્યા કરી. બ્રહ્માજી એ જયારે એને વરદાન માંગવાનું કહ્યું તો એને કહી દીધું કે તે ત્યારે જ મરે જયારે તે એમની માતા ને કામ વાશના ની નજરથી જોયા.

બ્રહ્માજી એ એને આ વરદાન આપી દીધું. અંધક ખુદ ને અમર માનીને ખુબ ખુશ થયો કારણકે એને કોઈ માં ન હતી. વરદાન મેળવીને તે હવે ત્રણેય લોકો ને જીતી ચુક્યો હતો. દરેક એનાથી ડરવા લાગ્યા હતા.

ત્રિલોક જીતી ને હવે તે એક સૌથી સુંદર કન્યા સાથે વિવાહ કરવા માંગતો હતો. એને જયારે શોધ કરી તો એને ખબર પડી કે આ સમસ્ત જગત માં પાર્વતી જ સૌથી સુંદર યુવતી છે. તે તરત પાર્વતી ની પાસે ગયો

અને એની સુંદરતા ને જોઇને કામ વાશના માં અંધ થઇ ગયો અને એની સામે વિવાહ નો પ્રસ્તાવ રાખ્યો. પાર્વતી એ ના પાડી તો એને જબરદસ્તી લઇ જવા લાગ્યો તો પાર્વતી એ શિવને આશ્વાશન કર્યું.

વિશેષ : વામન પુરાણ માં અંધક ને શિવ-પાર્વતી નો પુત્ર બતાવવામાં આવ્યો છે જેનું વધ શિવ કરે છે જયારે એક અન્ય મતાનુસાર અંધક, કશ્યપ ઋષિ અને દિતિ નો પુત્ર હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer