ભગવાન શિવ અઢાર નામો થી પૂજાય છે જેમાં શિવ, શંભુ, નીલકંઠ, મહેશ્વર, નટરાજ, વગેરે મુખ્ય છે. ભગવાન શિવ એમના મસ્તક પર આકાશ ગંગા ને ધારણ કરે છે તથા એના કપાળ પર ચંદ્રમાં છે. એમના પાંચ મુખ માનવામાં આવે છે જેમાં પ્રત્યેક મુખ માં ત્રણ આંખ છે. ભગવાન શિવ દશ હાથ વાળા ત્રિશુલધારી છે.
ભારત ભર માં ભગવાન શિવ ની બાર જ્યોર્તિલિંગ છે જેની વિશેષ રૂપ થી પૂજા કરવામ આવે છે. એમાં સોમનાથ, મિલ્લકાર્જુન, મહાકાલ અથવા મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, અને અમલેશ્વર, કેદારનાથ, ભીમશંકર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ ધામ, નાગેશ, રામેશ્વરમ અને ઘુશ્મેશ્વર વગેરે છે.આ જ્યોર્તિલિંગો ની ભક્તજનો વિશેષ પૂજા અર્ચના કરે છે અને શિવરાત્રિ પર તો આ જ્યોર્તિલિંગો પર ભક્તો ની લાઈન લાગી રહે છે.
બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શિવ માં થી જ ઉત્પન્ન થયા છે. એક વાર ભગવાન શિવ એ એમના વામ ભાગ ના દશમાં અંગ પર અમૃત ભેળવી દીધું. ત્યાંથી એક પુરુષ પ્રકટ થયો.શિવ એ એને કહ્યું કે તમે વ્યાપક છો એટલે વિષ્ણુ કહેવાશો. તપસ્યા પછી વિષ્ણુજી ના શરીર માં અસંખ્ય જલધારાઓ ફૂટવા લાગી, જોતા જોતા બધા જ પાણી પાણી થઇ ગયા. વિષ્ણુજી જ જળ માં ગયા.
પછી એની નાભી માંથી એક કમળ નીકળું. ત્યારે ભગવાન શિવ એ એમના ડાબા અંગ થી બ્રહ્માજી ને ઉત્પન્ન કર્યા. એમણે બ્રહ્માજી ને નારાયણ ની નાભી કમળ માં નાખી દીધા. ત્યારે વિષ્ણુજી અને બ્રહ્માજી એક બીજાને જોવા લાગ્યા. ભગવાન શિવ એ કહ્યું કે હું, વિષ્ણુ, તથા બ્રહ્મા ત્રણેય એક જ છીએ. બ્રહ્માજી સૃષ્ટિ ને જન્મ આપે, વિષ્ણુજી એમનું પાલન કરે તથા મારો અંશ રુદ્ર એની સાથે રહે.આ પ્રમાણે સૃષ્ટિ નું ચક્ર ચાલશે. આના પછી વિષ્ણુજી અને બ્રહ્માજી એ ભગવાન શિવ નું પૂજન કર્યું. શિવ એ કહ્યું કે આ પહેલો શિવરાત્રી તહેવાર છે. અહીંથી મારો નિરાકાર અને સાકર બંને રૂપો માં પૂજા મૂર્તિ તથા લિંગ ના સ્વરૂપ માં થશે.
ભગવાન શિવ અને પાર્વતી ના વિવાહ નો કિસ્સો પણ મોટો પ્રશંશક છે. પાર્વતી એ એના માટે કઠોર તપ કર્યું.તાપથી પ્રસન્ન થઈને આખરે ભગવાન શિવ વૃદ્ધ તપસ્વી નું રૂપ બનાવીને પાર્વતી પાસે ગયા. બ્રાહમણ બનીને તે પાર્વતી ની સમક્ષ જઈને શિવજી નું ખરાબ બોલવા લાગ્યા. પાર્વતી થી આ સહન થયું નહિ તો ભગવાન શિવ એ તેને એમનું અસલી રૂપ બતાવ્યું અને હસવા લાગ્યા અને બોલ્યા- શું તું મરી પત્ની બનીશ ? પાર્વતી એ એને પ્રણામ કર્યા અને બોલ્યા આ સંબંધ માં તમારે મારા પિતા સાથે વાત કરવી પડશે.
શિવજી એ તરત જ નટ રૂપ ધારણ કર્યું અને પાર્વતી ના ઘરે પહોંચ્યા. ત્યાં પહોંચીને તે નાચવા લાગ્યા. જયારે પાર્વતી ના માતા-પિતા એ એને રત્ન અને આભુષણ આપવા માટે ભાવુક થઇ ગયા તો એમણે ના પડી દીધી અને પાર્વતી ને માંગવા લાગ્યા.આ બાબતે એના માતા-પિતા નો ગુસ્સો વધી ગયો અને એમણે સેવકો થી નટ ને બહાર કાઢવા માટે કહ્યું પરંતુ કોઈ પણ એને સ્પર્શ કરી શક્યા નહિ. એના પછી શિવજી એ બંને અનેક રૂપો માં દર્શન આપ્યા. એના પછી ભગવાન શિવ અને પાર્વતીજી ના વિવાહ સંપૂર્ણ થયા.