મહાદેવને ભોલાનાથ પણ કહેવામાં આવે છે. કારણકે તેઓ તરત જ પ્રસન્ન થઇ જાય છે. તેથી તેને આશુતોષ પણ કહેવામાં આવે છે, ચાલો જાણીએ ભગવાન શિવને પ્રિય એવી વસ્તુઓ અર્પણ કરવાથી ભોલાનાથ દરેક મનોકામના પૂર્ણ કરે છે.
દૂધ: એવું માનવામાં આવે છે કે શિવજીને દૂધ ચડવાથી દરેક પ્રકારની માનસિક પરેશાની દુર થઇ જાય છે. જ્યોતિષમાં તેને ચંદ્રમાં સાથે જોડાયેલા દોષો દુર કરવાનો સૌથી સરળ ઉપાય કહેવામાં આવે છે.
ચોખા: ચોખા ના હોય તો શિવ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. જો પૂજામાં કોઈ સામગ્રી ઘટતી હોય તો તેના બદલામાં ચોખા પણ લઇ શકાય છે. શિવજીને ચોખા ચડાવવાથી ખુબજ ધન અને સૌન્દર્ય પ્રાપ્ત થાય છે.
ચંદન: ચંદનનો સબંધ શીતળતા સાથે છે.ભગવાન શિવ માથા પર ચંદન લગાવે છે. ચંદનનો ઉપયોગ હંમેશા હવનમાં કરવામાં આવે છે. અને તેની સુગંધથી વાતાવરણ પવિત્ર બની જાય છે. જો શિવજીને ચંદન ચડવામાં આવે તો તેનાથી સમાજ માં માન સમ્માન અને યશ વધે છે.
ધતુરો: ભગવાન શિવને ધતુરો ખુબજ પ્રિય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતુરો પુરતી માત્રામાં લેવામાં આવે તો તે એક ઔષધિનું કામ કરે છે. અને શરીરને અંદરથી ગરમ રાખે છે. ધતુરો ચડાવવાથી શિવજી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
ભાંગ: શિવજી હંમેશા ધ્યાનમગ્ન રહે છે, ભાંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તેનાથી તેઓ હંમેશા પરમ આનંદમાં રહે છે. ભાંગ ચડાવાથી શિવજી ચિંતાઓ અને રોગ દુર કરે છે.