આદિદેવ મહાદેવ માટે કહેવામાં આવે છે કે તે તેના ભક્તો માટે સુલભતાથી ઉપલબ્ધ રહે છે. અને માત્ર ફૂલ પત્તા ચડાવાથી પ્રસન્ન થઇ જાય છે. મહાદેવ ને ભોલેનાથ પણ કહેવામાં આવે છે.
કારણકે તે કોઈમાં પણ ભેદ નથી કરતા તેથી શિવને પ્રસન્ન કરવા માટે લોકો જાતે જ પ્રાથના કરે છે. શિવપુરાણમાં શિવ પૂજા અને શિવપુરાણ કથા સંભાળવાના ઘણા નિયમ બતાવામાં આવ્યા છે. પોતાની પૂજાની સફળતા માટે બધાને આ નિયમોની જાણકારી હોવી જોઈએ.
જે વ્યક્તિ શિવ પુરાણ કથા કરે તેને પ્રારંભ કરવા માટે એક દિવસ પહેલા જ વ્રતની તેયારી કરી લેવી જોઈએ વાળ કાપવા, નખ કાપવા, દાઢી બનાવી વગેરે કામ પુરા કરી લેવા જોઈએ. કથા શરુ થાય ત્યારથી પૂરી થાય ત્યાર સુધી આ કામો ના કરવા જોઈએ.
ભક્તોને સાત્વિક ભોજન ખાવું જોઈએ. તામસિક ભોજન ખાઈ ને શિવપુરાણ કથા ના સંભાળવી જોઈએ. શિવપુરાણની કથા સંભાળવા અને કરવા વાળા ભક્તોને કથા વાચક વ્યક્તિ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. કથા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
જમીન પર સુવું જોઈએ અને કથા સાંભળ્યા પછી જ ભોજન કરવું જોઈએ. કથા કરવા વાળા વ્યક્તિ ને દિવસમાં એક વાર જવ, તલ અને ચોખાથી બનેલા ખાદ્ય પદાર્થ ખાવા જોઈએ, તામસિક ભોજન અને લસણ, ડુંગળી, હિંગ, તેમજ નશાવાળી વસ્તુનું સેવનના કરવું જોઈએ.
હમેશા ઘરનું વાતાવરણ પ્રેમાળ રાખવું જોઈએ. પણ શિવપુરાણ કથા વખતે ક્રોધનું વાતાવરણ ના બને તેનું ખાસ ધ્યાન રાખવું. બીજાની નિંદાથી બચવું અભાવ ગ્રસ્ત, રોગી, અને સંતાન સુખથી વંચિત લોકોને શિવપુરાણની કથાનું જરૂર આયોજન કરવું જોઈએ.
જે દિવસે શિવપુરાણની કથાનું સમાપન હોય તે દિવસે ઉદ્યાપન કરતા સમયે ૧૧ બ્રાહ્મણો ને ભોજન કરવો અને દાન-દક્ષિણા આપો. ગરીબોને દાન આપો અને શિવજીને પોતાના વ્રતની સફળતા માટે પ્રાથના કરો .