ભગવાન શિવ સાથે જોડાયેલ કેટલાક રહસ્ય, જાણો અહી…

ભગવાન શિવ, માં કાળી ના ચરણોની નીચે પણ હસી રહ્યા છે, ભગવાન શિવ ક્રોધ અને ઉગ્રતાના સ્વરૂપ છે. પચ્ચી પણ તે સૌથી ઉદાર રૂપ માં છે. ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય. એક વાર કાળી માં ખુબજ ગુસ્સામાં હતા. કોઈ પણ દેવ, રાક્ષસ અને માનવ તેને રોકવા માં સમર્થ ણા હતા. ત્યારે દરેક લોકોએ માં કાળીને રોકવા માટે સમુહીક રૂપથી ભગવાન શિવનું સ્મરણ કર્યું. મહાશક્તિ જ્યાં જ્યાં કદમ રાખતા ત્યાં વિનાશ નિશ્ચિત હતો.

ભગવાન શિવે ને અનુભવ થયો કે એ મહાકાળીને રોકવા માટે સમર્થ નથી ત્યારે ભગવાન શિવે ભાવનાત્મક રસ્તો પસંદ કર્યો. ભોળાનાથ માં કાળી ના રસ્તામાં સુઈ ગયા, જયારે માં કાળી ત્યાં પહોચ્યા તો તેનું ધ્યાન ના ગયું અને તેને ભગવાનની છાતી પર પગ રાખી દીધો. અત્યાર સુધી માં કાળી એ જ્યાં જય પગ રાખ્યો હતો ત્યાં બધું જ વિનાશ થઇ ગયો હતો. પરંતુ અહી અપવાદ થયો જયારે માં કાળી એ જોયું કે એમનો પગ ભગવાનની છાતી પર પડેલો છે. તો એમનો ગુસ્સો શાંત થઇ ગયો. અને એ પશ્ચ્યાતાપ કરવા લાગ્યા.

માં પાર્વતીની લીધી હતી પરીક્ષા:-

આપના માંથી કોઈક લોકો જ જાણતા હશે કે ભગવાન શીવ માં પાર્વતી ની પરીક્ષા લીધી હતી. પર્તીજી સાથે લગ્ન કરતા પહેલા શિવજી એ તેમની પરીક્ષા લીધુઈ હતી. ભોળાનાથે બ્રાહ્મણનું રૂપ લઈને પાર્વતીજી પાસે ગયા હતા. અને કહ્યું કે તે ભિખારી જેવા શિવજી સાથે શા માટે લગ્ન કરવા ઈચ્છે છે? તેની પાસે તો કઈજ નથી. એ સાંભળીને પાર્વતી જી ક્રોધિત થઇ ગયા. તેણે કહ્યું કે એ શિવજી સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવા નથી ઈચ્છતા. તેના જવ્વાબ્થી ભગવાન શિવ પ્રસન્ન થઇ ગયા. અને તેની સામે અસલી રૂપમાં પ્રગટ થયા અને તેની સાથે લગ્ન કરવા રાજી થઇ ગયા હતા.

આ કારણથી આખા શરીર પર ભસ્મ લગાવે છે શિવ:-

ભગવાન શિવ આખા શરીર પર ભસ્મ લગાવે છે અને શિવ ભક્તો પણ માથા પર ભસ્મનું તિલક કરે છે. શિવપુરાણમાં આ આ વિષે ખુબજ દિલચસ્પ કથા છે. એક સંત હતા જે ખુબજ તપસ્યા કરીને શક્તિશાળી બનીગયા હતા. તે ફક્ત ફળ અને લીલા પાન જ ખાતા હતા. તેથી તેમનું નામ પ્રનદ પડ્યું હતું. એકવાર તેની આંગળી પર કઈક વાગ્યું અને તેમાંથી લોહી નીકળવાના બદલે લીલા પાનનો રસ નીકળ્યો.

તેથી એ સાધુને લાગ્યું કે એ એટલો પવિત્ર થઇ ગયો છે કે જેથી તેના શરીરમાંથી લોહીના બદલે પાનનો રસ નીકળી રહ્યો છે. તેને એ વાત થી ખુબજ ખુશી થઇ અને તેનામ,અ ઘમંડ આવી ગયો. જયારે શિવજી એ આ બધું જોયું તો તેને એક વૃદ્ધ વ્યક્તિનું રૂપ ધારણ કર્યું. અને એ આ સાધુ પાસે પહોચ્યા અને તેને પૂછ્યું કે તમે આટલા ખુશ કેમ છો? સાધુ એ બધું જ જણાવ્યું અને કહ્યું કે આ રસ તો છે પરંતુ જયારે વૃક્ષો બળી જાય છે ત્યારે અંતમાં ફક્ત રાખ જ વધે છે.

ત્યારે વૃદ્ધ રૂપ ધારણ કરેલ શિવજીએ પોતાની આંગળી કાપી ને બતાવી તો તેમાંથી રાખ નીકળી. સાધુ ને અહેસાસ થયો કે તેની સામે સ્વયમ ભગવાન છે. પછી સાધુ એ પોત્યની અજ્ઞાનતા બદલ માફી માંગી. એવું કહેવામાં આવે છે કે ત્યારથી જ ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે જેથી તેના ભક્તો હંમેશા  આ વાત યાદ રાખે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer