શિવતાંડવ સ્ત્રોત નું દરરોજ પાઠ કરવાથી માણસને જે કઈ પણ ઈચ્છા હોઈ છે તે ભગવાન શિવની કૃપાથી આસાનીથી પૂરી થાય છે, આવો જાણીએ શિવ તાંડવ સ્ત્રોત કેવી રીતે બન્યો હતો. કુબેર અને રાવણ બંને ઋષિ વિશ્રવાના પુત્રો હતા અને બંને સાવકા ભાઈ હતા.ઋષિ વિશ્રવાએ સોનાની લંકાનું રાજ્ય કુબેરને આપ્યું હતું પરંતુ કોઈ કારણવશ તે એના પિતાના કહેવાથી લંકાને છોડીને હિમાલય ચાલ્યા ગયા. કુબેરના ચાલ્યા ગયા બાદ આનાથી દશાનન ખુબ રાજી થયા.તે લંકાના રાજા બની ગયા અને લંકાનું રાજ્ય મેળવતા જ ધીરે ધીરે તે એટલો અહંકારી થઈ ગયો કે તેને સાધુ પર અનેક પ્રકારના અત્યાચાર કરવાના ચાલુ કરી દીધા.
જયારે દશાનનના આ અત્યાચારોની ખબર કુબેરને પડી તો એણે તેના ભાઈને સમજાવવા એક દૂત મોકલ્યો કે જેણે કુબેરના કેહવા મુજબ દશાનનને સત્યના રસ્તા પર ચાલવાની સલાહ આપી. કુબેરની સલાહ સાંભળી દશાનનને એટલો ગુસ્સો આવ્યો કે એણે એ દુતને બંદી બનાવી દીધો અને ગુસ્સાથી ભરેલા એણે તરત જ એની હત્યા કરી દીધી. કુબેરની સલાહથી દશાનન એટલા બધા ગુસ્સે હતા કે તેણે દૂતની હત્યાની સાથે સાથે તેની પોતાની સેના લઈને કુબેરની નગરી અલ્કાપુરીને જીતવા માટે નીકળી પડ્યા અને કુબેરની નગરીને વેર વિખેર કર્યા બાદ તેના ભાઈ કુબેર ઉપર ગદાથી પ્રહાર કરી તેણે પણ જખ્મી કરી દીધા પરંતુ કુબેરના સેનાપતિયોએ કોઈ પણ પ્રકારે કુબેરને નંદનવન પોહચાડી દીધા.
કારણકે દશાનને કુબેરની નગરી તેમજ તેના પુષ્પક વિમાન ઉપર પણ તેનો અધિકાર જમાવી લીધો હતો તેથી એક દિવસ પુષ્પક વિમાનમાં બેસીને શારવન તરફ નીકળી પડ્યા.પરંતુ એક પર્વત પાસે થી નીકળતી વખતે એના પુષ્પક વિમાનની ગતિ જાતે જ ધીમી પડી ગયી ,જો કે પુષ્પક વિમાનની એક વિશેષતા એ છે કે તે ચલાવનારની ઈચ્છા મુજબ ચાલતું હતું અને એની ગતિ મનની ગતિ કરતા પણ વધારે હતી એટલા માટે જયારે પુષ્પક વિમાનની ગતિ ધીમી પડી તો દશાનનને મોટું આશ્વર્ય થયું ત્યારે તેની નજર સામે ઉભેલી મોટી અને કાળા શરીર વાળા નંદીશ્વર પર પડી.નંદીશ્વરએ દશાનનને ચેતવણી આપી કે –
અહી ભગવાન શંકર રમત માં મગ્ન છે એટલા માટે તમે પાછા જતા રયો,પરંતુ દશાનન કુબેર ઉપર વિજય મેળવીને એટલા ઘમંડી થય ગયા હતા કે તે કોઈની પણ સાંભળવા તૈયાર ન હતા, તેણે તેને કહ્યું કે – કોણ છે આ શંકર અને ક્યાં અધિકારથી તે અહી રમતો રમે છે ? હું તે પર્વતનું નામ જ મિટાવી દયશ. જેણે મારા વિમાન ની ગતિ વિરુદ્ધ કરી છે, એટલું કહીને એણે પર્વત પર હાથ લગાડી તેણે ઉઠાવવા ગયો ,અચાનક આ વિઘ્નથી શંકર ભગવાન વિચલિત થય ગયા અને તેણે ત્યાં બેઠા બેઠા તેના પગના અંગુઠાથી એ પર્વત ને દબાવી દીધો જેથી તે સ્થિર થય જાય,પરંતુ ભગવાન શંકરનું આવું કરવાથી દશાનન ના હાથ એ પર્વત નીચે દબાઈ ગયા, પરિણામે ગુસ્સો અને જબરદસ્ત પીડાને લીધે દશાનન રાડો પાડવા લાગ્યો ,જેનાથી એવું લાગવા માંડ્યું કે જાણે હમણાં જ પ્રલય આવશે.ત્યારે દશાનન ના મંત્રીઓ એ તેને શિવ સ્તુતિ કરવાની સલાહ આપી જેથી તેનો હાથ એ પર્વત નીચેથી મુક્ત થય જાય. દશાનન એ કોઈની પણ રાહ જોયા વગર સામવેદ માં લખેલી શિવના બધા સ્ત્રોત ગાવાનું શરુ કરી દીધું ,જેનાથી ખુશ થઈને ભગવાન શિવે દશાનન ને માફ કરી તેના હાથ પણ મુક્ત કરી દીધા.