ખુશીમાં અને ક્રોધમાં પણ મહાદેવ તાંડવ કરે છે, તાંડવનો અર્થ અને તેની પાછળનું રહસ્ય 

એવું કહેવામાં આવે છે કે મહાદેવ જયારે ક્રોધિત હોય છે ત્યારે તેઓ તાંડવ કરે છે. તે ઉપરાંત જયારે તેઓ તાંડવ ચાલુ કરે છે એ દરમિયાન આખી પૃથ્વીનો પણ વિનાશ થઇ શકે છે. પરંતુ તાંડવ ફક્ત ક્રોધમાં જ નથી થતું જયારે ભગવાન શિવ ખુશ હોય એ સમયે પણ તાંડવ કરે છે.

તંદાવના ઘણા બધા સ્વરૂપ છે અને તેને લગતી ઘણી બધી જુદી જુદી કથાઓ પણ છે. ચાલો જાણીએ શિવ તાંડવનો અર્થ અને તેને લગતી કથાઓ. એવી માન્યતા છે કે મહાદેવના બે મુખ્ય સ્વરૂપ છે, એક સમાધિ અને બીજું તાંડવ. અને ભગવાન શિવના તાંડવ વિશે પણ બે કથાઓ ખુબજ ચર્ચામાં છે.

એક વાર માતા સતી ભગવાન શિવ સાથે પોતાના પિતા દક્ષ દ્વારા આયોજિત હવનમાં ભાગ લેવા આવી હતી. ત્યાં ભોલાનાથ નું અપમાન થતા જોઈ માતા સતીએ અગ્નિમાં કુદીને આત્મ હત્યા કરી. આ ઘટનાથી મહાદેવ ક્રોધિત થઇ ગયા અને તેણે રુદ્ર તાંડવ ચાલુ કરી દીધું.

અને ત્યારે આખી સૃષ્ટિ પર પ્રલય જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ ગઈ. તાંડવ સાથે જોડાયેલ બીજી પણ એક કથા છે એ કથા અનુસાર લંકેશ્વર રાવણે શિવ તંદાવની શરૂઆત કરી હતી. એક દિવસ રાવણ ભગવાન ભોળાનાથને મળવા ગયો અને આખા રસ્તામાં તેને ભગવાન ભોળાનાથના ગુણ ગાન ગયા અને તેને યાદ કરતો રહ્યો.

અને એ સમયે ભગવાન ભોલાનાથ ધ્યાનમાં હતા અને એ વાત નો ખ્યાલ ના રહ્યો કે તેનો ભક્ત તેની પ્રતીક્ષા કરતો હતો. તેથી રાવણ ને ગુસ્સો આવ્યો અને તેને આખો કૈલાસ પર્વત પોતાના હાથમાં ઉઠાવી લીધો. આ હલચલ ના કારણે મહાદેવનું ધ્યાન ભંગ થયું અને તેણે ગુસ્સાથી પોતાના હાથનો પંજો કૈલાસ પર્વત પર રાખ્યો.

રાવણનો હાથ એ પર્વતની નીચે દબાઈ ગયો અને તે દર્દમાં તડપવા લાગ્યો. તેને તેની ભૂલનો અહેસાસ થયો અને તેનો ઘમંડ તૂટી ગયો, હવે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે રાવણે શિવ તાંડવ સ્ત્રોત ગાવાનું ચાલુ કર્યું. મહાદેવ પોતાના માટે આટલું સુંદર સંગીત સાંભળી પ્રસન્ન થઇ ગયા.

અને પોતાનો પંજો પહાડની ઉપરથી હટાવી લીધો. તેથી લંકેશ રાવણ ને શિવ તંદાવના રચયિતા કહેવામાં આવે છે. ખુશીમાં પણ કરે છે શિવજી તાંડવ: ઘણા લોકોને એવું માનતા હોય છે કે મહાદેવ ફક્ત ક્રોધ માં જ તાંડવ કરે છે, પરંતુ મહાદેવ જયારે ખુબજ પ્રસન્ન હોય છે ત્યારે પણ તાંડવ કરે છે.

ખુશી માં શિવ આનંદ ત્ન્દ્વ કરે છે જેનાથી વાતાવરણ ખુશનુમા બની જાય છે. તે ઉપરાંત ત્રિપુરા, સંધ્યા, સમારા, કાળી, ઉમા એ તાંડવના જ પ્રકાર છે. જે મહાદેવદ્વારા વિભિન્ન અવસ્થામાં કરવામાં આવે છે. જે મૃત્યુ, જન્મ, વિનાશ, રચના વગેરેને દર્શાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer