શા માટે સોમવારના દિવસે શિવલિંગ પર તલ ચડાવવામાં આવતા નથી? જાણો તેનું રહસ્ય..

આજે આપણે આ આર્ટીકલમાં હિંદુ ધર્મ મુજબ સોમવારના દિવસને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે એના વિશે અમુક વિશેષ બાબત અમે આ લેખમાં જણાવીશું. સોમવારના દિવસે ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા કરે છે જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે.

શિવ પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામના સરળતાથી પૂરી થઇ શકે છે. સોમવારના દિવસે પતિ પત્ની મળીને શિવ પૂજા કરે તો એનાથી દાંપત્યજીવન હંમેશા સુખમય બની રહે છે. આજે અમે તમને જણાવીશું પૂજા સાથે સંકળાયેલ અમુક બાબતો, જેને ખુબ જ ધ્યાનમાં રાખવી જોઈએ એના વિષે જણાવ્યુ છે. તો ચાલો જાણીએ ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો..

  1. ભગવાન શિવ હંમેશા એમના ભક્તો પર ખુબ જ કૃપા રાખે છે. ભગવાન શિવ એમના ભક્તો પર ખુબ જ પ્રસન્ન થાય છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં કોઈ પણ પ્રકારની કોઈ એક પણ ભૂલ ન કરવી જોઈએ.
  2. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે ભગવાન શિવને સફેદ રંગ ના ફૂલ પસંદ છે, એની સાથે ભગવાન શિવને કેતકી ના ફૂલ સફેદ હોવા છતાં પણ ચડાવવામાં આવતા નથી.
  • ભગવાન શિવની પૂજામાં શંખથી જળ અર્પિત કરવામાં આવતું નથી. ભગવાન શિવની પૂજામાં તુલસી નો પ્રયોગ પણ કરવામાં આવતો નથી.
  • ભગવાન શિવની પૂજામાં તલનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. તલ માટે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના સંગઠનમાંથી ઉત્પન્ન થયેલ છે.
  • ભગવાન શિવને ચડાવવામાં આવતા ચોખા તૂટેલા ન હોવા જોઈએ.
  • શિવજીની પૂજામાં હળદળ અને કુમકુમનો પ્રયોગ પણ ન કરવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer