જાણો કેવી રીતે ભગવાન શિવે કામદેવના ગર્વને તોડ્યો હતો

શિવપુરાણ અનુસાર માતા સતીના શરીર ત્યાગ પછી તારકાસુર નામ નો એક રાક્ષસ હતો જેને વરદાન હતું કે તેનું મૃત્યુ શિવના પુત્ર દ્વારા જ થાય ભગવાન શિવ તે સમયે સંસારથી વિમુખ થઇ ગયા હતા અને માતા સતી પાર્વતીના રૂપમાં ફરીથી જન્મ પણ લઇ ચુક્યા હતા.  

તે સમયે દેવતા ઘણા ચિંતામાં હતા અને તેણે એક સભાનું આયોજન કર્યું. ત્યાં ઇન્દ્ર એ કામદેવને આમંત્રિત કર્યા અને ત્યાં આવીને કામદેવે ઇન્દ્રને કહ્યું બોલો મારું શું કામ છે મારા પ્રભાવથી કોઈ બચી નથી શકતું મેં બ્રહ્માજીને પણ મારા બાણથી વિચલિત કરી દીધા છે. પરાશર ઋષિ, વિશ્વામિત્ર, ભૃગુ અને કશ્યપ જેવા મોટા મોટા ઋષિ મુની પણ મારા બાણોથી ઘાયલ થઇ ગયા છે. મારા જ કારણે દેવરાજ ઇન્દ્ર તમે અહલ્યા સાથે છળ કર્યો હતો આ જગતમાં એવું કોઈ નથી જે મારાથી જીતી શકે મારા જ કારણે આખી દુનિયા મોહમાં ડૂબી ગઈ છે. 

અ સાંભળીને ઇન્દ્રએ કહ્યું કે તમારું કહેવું સત્ય છે તમે તો બધા દેવતાને પણ જીતી ચુક્યા છો તો તમારી સામે મનુષ્ય અને બીજાની શું ગણના તમારે અમારું એક પરમ પ્રિય કામ કરવાનું છે. આ સમયે ભગવાન શિવ હિમાલય પર તપસ્યા કરી રહ્યા છે. તમારે તેના પર બાણ ચલાવી ભગવાન શિવને હિમાલયની પુત્રી પાર્વતી તરફ આકર્ષિત કરવાના છે.  

આ સંભાળીને ગર્વ સાથે ભગવાન શિવને જીતવા માટે તે નીકળી પડ્યા સાથે ઉર્વશી, મેનકા, રંભા, અને તિલોત્તમા જેવી સુંદર અપ્સરા પણ તેમની સહાયતા કરવા માટે તેમની સાથે ગયા. તે સમયે કામદેવની પત્ની રતી પણ તેમની સાથે હતી જયારે કામદેવ ત્યાં પહોચ્યા તો એ સમયે જ વસંત ઋતુનું આગમન થઇ ગયું  

તે સમયે ભગવાન શિવ એક શીલા પર તપસ્યા કરી રહ્યા હતા, માતા પાર્વતી તેના પિતા હિમાલયની સેવા કરી રહ્યા હતા, શિવજીના માથા પરથી ગંગા વહી રહી હતી, તેના ગાળામાં વાસુકી નાગ હતો, શિવજી એ પોતાના અંગમાં ભસ્મ ધારણ કરી હતી, હાથ અને ગાળામાં રુદ્રાક્ષ હતા, તેનું શરીર કપૂર સમાન રૂપાળું હતું માતા પાર્વતી ભગવાન શિવના મુખને પ્રેમથી નિહાળી રહ્યા હતા.

તે સમયે દક્ષીણ દિશામાં કામદેવે પોતાનું સ્થાન બનાવ્યું તેમને સંમોહક નામના પોતાના પાચ બાણોને શિવજીની સામે રાખ્યા અને એકસાથે શિવજી સામે છોડી દીધા કામદેવનું બાણ લાગ્યા પછી શિવજીએ નેત્ર ખોલ્યા અને પાર્વતી તરફ પ્રેમથી જોવા લાગ્યા અને થોડી જ વારમાં શિવજીને પોતાની સ્થિતિનું ભાન આવ્યું.

તેમના મનમાં વિચાર આવ્યો હું સ્વતંત્ર છુ નિર્વિકાર છું તો પણ મને આજે પાર્વતી સામે આવી રીતે મોહ કેમ થયો તે વિચારીને તે આજુબાજુ જોવા લાગ્યા તો દક્ષીણ દિશામાં શિવજી એ કામદેવને હાથોમાં બાણ પકડેલા જોયા. તે ફરીથી શિવજી પર બાણ ચાલવા જઈ જ રહ્યા હતા તેવામાં શિવજી એ ક્રોધથી પોતાનું ત્રીજુ નેત્ર ખોલ્યું અને કામદેવ તરફ જોયું.  

ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલતા જ કામદેવ પ્રલયની જેમ અગ્નિથી બળી ગયા બધાના માનનો ભંગ કરવા વાળા કામદેવ ત્યાજ બળીને ભસ્મ થઇ ગયા તેની પત્ની રતી શોક કરવા લાગી બધી બાજુ ત્રાહિમામ ત્રાહિમામ થઇ ગયું બધા દેવતા દોડતા દોડતા ત્યાં પહોચી ગયા અને ભગવાન શિવને કામદેવને ફરીથી જીવિત કરવાની પ્રાથના કરવા લાગ્યા.

ત્યારે ભગવાન શિવે કહ્યું કે કામદેવ પોતાના ગર્વના કારણે મર્યા છે. તેમને પુરા સંસારને મોહમાં નાખી દીધી હતી તેના કારણે જ દેવતાથી મનુષ્ય બધા દુઃખી હતા. તેના મારવાથી તમારા બધાનું કલ્યાણ જ થયું છે. હવે તમે બધા નિર્વિઘ્ન તપસ્યા કરી શકો છો અને તમારું કલ્યાણ કરી શકો છો.   

એ સાંભળીને રતી શોક કરવા લાગી. દેવતા ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓએ કહ્યું કે હે પ્રભુ આ સૃષ્ટીનું આધાર કામ જ છે. તેના વગર આ સંસાર કેવી રીતે ચાલશે. તમે કામદેવને જીવિત કરો પણ શિવજી એ કામદેવને જીવિત ના કર્યા તે અને ધ્યાન માં જતા રહ્યા. દેવતા પણ દુઃખી થઇ ને ત્યાંથી જતા રહ્યા અને કામદેવ ની પત્ની રાતી એકલી જ ત્યાં ઉભેલી રોતી રહી.

આવી રીતે ભગવાન શિવે કામદેવના ગર્વને તોડી નાખ્યું અને ત્યાંથી જતા રહ્યા ત્યાર બાદ કામદેવ જીવિત કઈ રીતે થયા અને તેનું રતી સાથે મિલન કઈ રીતે થયું તે એક અલગ કથા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer