ભગવાન શિવ ના અનેક રૂપ છે. કોઈ તેને ભોલાનાથ કહે છે તતો કોઈ મહાદેવ. કોઈ મહેશ કહે છે તો કોઈ શિવ. અને આ બધા જ રૂપો માં એક વસ્તુ સમાન છે અને એ છે શિવજીની ત્રીજી આંખ, તો ચાલો જાણીએ મહાદેવ ની ત્રીજી આંખ નું રહસ્ય.
ભગવાન શિવની ત્રીજી આંખ અને તેની સાથે જોડાયેલ કથા:-
ભગવાન શિવની ત્રીજી આંખના સંદર્ભ માં ઘણી બધી કથાઓ પ્રચલિત છે. એક વાર દક્ષ પ્રજાપતિ એ હવન નું આયોજન કર્યું હતું. અને એ હવન માં માતા સતી અને ભગવાન શિવ ને પણ આમંત્રણ આપ્યું હતું . અને ત્યાં ભગવાન શિવ સાથે થયેલ અપમાન ને માતા સતી શન ના કરી શક્યા અને તેણે આત્મ હત્યા કરી લીધી હતી. આ ઘટના થી ભગવાન ભોલાનાથ એટલા તૂટી ગયા હતા કે તેઓ વર્ષો સુધી ઘોર તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા.
અને પછી સમય જતા માતા સતી નો હિમાલય ની પુત્રીના ના રૂપમાં ફરી જન્મ થયો. પરંતુ ભગવાન શિવ પોતાના ધ્યાન માં એટલા લીન હતા. કે તેને કોઈ પણ વાત નો અહેસાસ થતો ણા હતો. દરેક દેવતાઓ એવું ઈચ્છતા હતા કે ખુબજ જલ્દી માતા પાર્વતી અને ભગવાન શિવજી નું મિલન થાય. અને દરેક પ્રયાસો અસફળ જવા પર છેલ્લે કામદેવ ને મદદ માટે બોલાવ્યા. અને તેમણે પણ ભગવાન શિવ નું ધ્યાન તોડવાની કોશિશ કરી પરંતુ એ પણ અસફળ રહ્યા.
અને પછી છેલ્લે કામદેવે છુપાઈને પુષ્પ બાણ ચલાવ્યું, જે સીધુજ શિવજી ના હદય પર લાગ્યું અને તેમનું ધ્યાન ભંગ થઇ ગયું. અને હિવજી એટલા ક્રોધિત થઇ ગયા કે શિવજીએ પોતાના ત્રીજા નેત્ર થી કામદેવ ને ભસ્મ કરી નાખ્યા. જયારે કામદેવની પત્ની એ શિવજી ને વિનંતી કરી કે તેના પતિને જીવિત કરવા માટે ત્યારે શિવજીએ કહ્યું કે દ્વાપર યુગ માં કામદેવ ભગવાન કૃષ્ણના પુત્રના રૂપમાં ફરી જન્મ લેશે.
એક અન્ય કથા અનુસાર, જયારે ભગવાન શિવ પોતાના ધ્યાનમાં મગ્ન હતા તો માતા પાર્વતી એ પોતાની બંને હથેળીઓ શિવજીની બંને આખો પર રાખી દીધી એ સમયે પુરા વિશ્વ માં અંધકાર છવાઈ ગયો.
કહેવાય છે કે મહાદેવે એ સમયે પોતાની ત્રીજી આંખ ખોલીને એટલો પ્રકાશ ફેલાવ્યો હતો કે ધરતી સળગવા લાગી. ત્યારે માતા પાર્વતીએ તરત જ પોતાની હથેળીઓ હટાવી લીધી હતી. અને પછી બધું જ જેવું હતું એવું જ થઇ ગયું. આથી એમ કહી શકાય કે ભગવાન શિવની એક આંખ સૂર્ય સમાન છે તો બીજી ચંદ્ર સમાન.