શ્રાવણ મહિનામાં ખાસ શિવજીની ઉપાસના કરવામાં આવે છે. શિવજીના આ પ્રિય મહિનામાં વિવિધ તહેવારોની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. એક જૂની પરંપરા છે કે શિવજી અને શિવ પરિવારની મૂર્તિઓ તથા તસ્વીર ઘરે રાખવાથી સકારાત્મક વાતાવરણ બન્યું રહે છે. શિવ પરિવારની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાય રહે છે. શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ સમગ્ર સૃષ્ટિ બ્રહ્માજી દ્વારા ફક્ત શિવજીની ઇચ્છાથી બનાવવામાં આવી હતી. આ કારણોસર, શિવને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકો ચોક્કસપણે તેમના ઘરે શિવજીનો ફોટો અથવા મૂર્તિ રાખે છે. ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર શિવાજીની તસવીર અને મૂર્તિ સંબંધિત ખાસ બાબતો જાણો…
૧. ભગવાન શિવજીનું નિવાસ ઉત્તર દિશામાં કૈલાસ પર્વત પર છે. જેને કારણે ઉત્તર દિશામાં શિવજીની પ્રતિમા અથવા ફોટો મૂકવો શુભ માનવામાં આવે છે.
૨. શિવજીની સાથે માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની મૂર્તિઓ પણ રાખવી જોઈએ. શિવ પરિવારની સાથે મળીને પૂજા કરવી વધુ શુભ મનાય છે.
૩. શિવપુરાણ અનુસાર, ઘરમાં કોઈ વિશાળ આકારનું શિવલિંગ ન હોવું જોઈએ. ઘરના મંદિરમાં હાથના અંગૂઠાના પહેલા ભાગની બરાબર અથવા નાના કદનું એક શિવલિંગ આપણા ઘરમાં રાખવું જોઈએ.
૪. વૈવાહિક જીવનને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે, પતિ-પત્નીએ આખા શિવ પરિવારને ઘરમાં રાખવો જોઈએ. શિવ પરિવારની પૂજા કરવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ગાઢ બની રહે છે.
૫. ઘરની ઉત્તર દિશામાં શિવજીનો ફોટો અથવા મૂર્તિ એવી જગ્યાએ મુકવી જોઈએ કે જ્યાં ઘરમાં આવતા દરેક લોકો મહાદેવના દર્શન કરી શકે.
૬. શિવજીની એવી મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત થવી જોઈએ જેમાં તે ખુશ દેખાશે. શિવ નંદી પર સવાર હોય અથવા ધ્યાનમાં બેઠા હોય તેવી તસવીર.
૭. જ્યાં શિવજીનો ફોટો રાખ્યો છે, તે સ્થળ ખૂબ જ સ્વચ્છ હોવું જોઈએ. શિવજીની આસપાસ ગંદકી ન રાખો.
૮. ઘરમાં શિવજીનો ક્રોધિત સ્વભાવ વાળો ફોટો રાખવાનું ટાળો. મહાદેવનું ક્રોધિત સ્વરૂપ ઘરમાં રાખવાથી અશાંતિનો માહોલ થઈ શકે છે. શિવજી જે ફોટામાં તાંડવ કરી રહ્યા છે તે ફોટા પણ ઘરમાં રાખવો જોઈએ નહીં.