આ ફૂલોમાં છુપાયેલુ છે શિવજીની ઉપાસના અને તેને પ્રસન્ન કરવાનું રહસ્ય

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા ખુબ સરળ છે. ચાલો જાણીએ કે ભગવાન શિવને એના પ્રિય ફૂલ ચઢાવવા થી કેવી રીતે કરી શકાય છે આપની મનોકામના પૂર્ણ.

લાલ તેમજ સફેદ આંકડાના ફૂલ :

લાલ તેમજ સફેદ આંકડાના ફૂલ ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. આ છોડને મદાર પણ કહે છે. આંકડાના ફૂલને લઈને માન્યતા છે કે ભગવાન શિવને આ ફૂલ અર્પિત કરવાથી તે તરત પ્રસન્ન થાય છે. શિવ પૂજામાં આ ફૂલનો પ્રયોગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાસ્તુની દ્રષ્ટિથી પણ આ છોડ સુખ અને સમૃદ્ધીનું પરિબળ છે.

કરેણના ફૂલ :

કરેણનું ફૂલ ભગવાન શિવને જ નહિ તમામ દેવી દેવતાઓને અત્યંત પ્રિય છે. દૈવિક દ્રષ્ટિથી આને ભગવાન શિવનું સૌથી પ્રિય ફૂલ બતાવવામાં આવ્યું છે. માન્યતા છે કે ભગવાન શિવની પૂજામાં આ ફૂલને ચઢાવવા પર મનુષ્યને ધન લાભ પ્રાપ્ત થાય છે.

ધતુરાના ફૂલ :

ધતુરો ભગવાન ભોલેનાથને અત્યંત પ્રિય છે. શિવની પૂજામાં આના ફળ અને ફૂલને વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે જે દંપતી પાવન શિવરાત્રી પર આ ધતુરાના ફૂલની સાથે ભગવાન શિવની પૂજા કરે છે એને શિવ કૃપાથી જલ્દી જ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

ચમેલી ના ફૂલ :

ભગવાન શિવને ચમેલીનું ફૂલ ખુબ પ્રિય છે. વેદોમાં આવે છે કે ચમેલીના ફૂલથી શિવલિંગની પૂજા કરવા પર મનુષ્યના જીવનમાં સકારાત્મકતા ઉર્જા અને વાહન સુખની પ્રાપ્તિ થાય છે.

શમીના ફૂલ :

શિવ પુરાણમાં ભગવાન શંકરની પૂજામાં ફૂલ પાંદડા બંને જ ચઢાવવાનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે. જેમ શમીના ફૂલને શિવલિંગ પર અર્પિત કરવાથી જ્યાં ઘરમાં અપાર ધન-સંપદા નો આશીર્વાદ મળે છે, તેમજ શમીનું ઝાડ લગાવવાથી શનિથી જોડાયેલા બધા દોષોથી મુક્તિ મળી જાય છે.

મોગરાના ફૂલ :

જો તમે અવિવાહિત છો અને કોઈ સુંદર જીવનસાથીની શોધમાં છો તો હવે તમારે રાહ જોવાની નથી. તમારી આ મનોકામના ભગવાન શિવના આશીર્વાદથી પૂરી થઇ શકે છે. આ મહાશિવરાત્રી પર તમે ભગવાન શિવને સૌથી વધરે પ્રિય મોગરાના ફૂલ અર્પણ કરો.આ ફૂલની સાથે ભગવાન શિવની સાધના- આરાધનાથી તમને જીવનમાં સુંદર તેમજ યોગ્ય જીવનસાથીની અવશ્ય પ્રાપ્તિ થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer